Get The App

કેલવેના એક રિસોર્ટમાં મહિલાનું શંકાસ્પદ મૃત્યુ

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
કેલવેના એક રિસોર્ટમાં  મહિલાનું શંકાસ્પદ મૃત્યુ 1 - image


મહિલાના કાનમાંથી લોહી નીકળતું હોવાથી મૃત્યુ અંગે શંકા 

પરિણીત મહિલા બોયફ્રેન્ડ સાથે  આવી હતી અને ઓચિંતા શ્વાસ લેવામાં તકલીફ પડતાં સારવાર પૂર્વે જ મૃત જાહેર કરાઈ

 મુંબઈ  - કેલવેમાં પોતાના બોયફ્રેન્ડ સાથે આવેલી એક પરિણીત મહિલાનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. આ કેસમાં અકસ્માત મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે અને મૃતકના સંબંધીઓએ મહિલાના કાનમાંથી લોહી નીકળતું હોવાથી મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી છે. આ ઘટનાના કારણે ફરી એકવાર કેળવેમાં રિસોર્ટ હોટેલમાં ચાલી રહેલી ગેરરીતિઓ પ્રકાશમાં લાવી છે. 

થોડા વર્ષોેથી મિત્રતા ધરાવતા એક યુગલ કેળવેમાં ધ દરિયા નિવાસ ધ બેડ એન્ડ બ્રેકફાસ્ટમાં રોકાયા હતા ત્યારે વિરારના આગાશીની ૨૭ વર્ષની રહેવાસી પ્રિયંકા પવાર ને સાંજે ૪.૩૦ થી ૫.૦૦ વાગ્યાની વચ્ચે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. સ્થાનિક સ્તરે સારવાર મળે તે પહેલાં શરૃઆતમાં મૃત જણાતા મહિલાને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. ત્યાંના મેડિકલ ઓફિસરે સાંજે ૬.૩૦ વાગ્યે મહિલાને મૃત જાહેર કરી હતી.

સાંજના સમયે સફાલે, કેળવે અને પાલઘર વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હોવાથી, મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે  સફાલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. મહિલાના વિસેરા વધુ તપાસ માટે મુંબઈ મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ મળ્યા પછી જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. 

 દરમિયાન, સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે, મૃત્યુ પાછળ બીજું  કારણ હતું, કારણ કે મૃતક મહિલાના કાનમાંથી લોહી નીકળતું જોવા મળ્યું હતું. મૃતક મહિલાના પરિવારજનો રાત્રે કેળવે પોલીસ સ્ટેશન આવ્યા હતા, તેમણે મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી હતી અને આ મામલાની સંપૂર્ણ તપાસની માંગ કરી હતી. એવું કહેવાય છે કે મૃતક મહિલાનો બોયફ્રેન્ડ બોઇસરમાં કામ કરે છે અને તે જ તેની મૃતક પ્રેમિકાને હોસ્પિટલ લઈ ગયો હતો. એવા આરોપો છે કે બોયફ્રેન્ડના કેટલાક સંબંધીઓ સરકારી સેવામાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે અને આ બાબતને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, કેળવે હોટેલ એસોસિએશનના પદાધિકારીઓનું કહેવું છે કે, ખાતી વખતે ગળામાં ખોરાક ફસાઈ જવાથી મૃત્યુ થયું હતું.

ફરી એકવાર ચર્ચામાં ગેરવર્તણૂક. કેળવે બીચ વિસ્તારમાં ઘણી પ્રખ્યાત હોટલો છે, અને પરિવારો ત્યાં પર્યટન માટે આવે છે. જોકે, કેટલાક રિસોર્ટ કલાક દીઠ રૃમ આપે છે, જેના કારણે ત્યાં અયોગ્ય ઘટનાઓ બને છે. આવી ગેરરીતિઓ અટકાવવા માટે, ગ્રામજનોએ અગાઉ હોટલ માલિકો સામે અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ થોડા સમય પછી મામલો શાંત થયો. આ મહિલાના શંકાસ્પદ મૃત્યુથી કેલ્વેમાં થતી ગેરરીતિઓ ફરી પ્રકાશમાં આવી છે.


Tags :