પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝાનો સાળો જેસન વોટ કિન્સનું શંકાસ્પદ મોત
આત્મહત્યા કરી લીધો હોવાની શંકા
મુંબઈ : પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ફિલ્મ ડાયરેકટર રેમો ડિસોઝાનો સાળો જેસન વોટકિન્સ આજે તેના મિલ્લતનગરના ઘરમાં મૃતાવસ્થામાં મળી આવ્યો હતો. જેસન રેમોની પત્ની લીઝેલેનો ભાઈ હતો અને રેમોની ફિલ્મોમાં તેણે ઘણીવાર રેમોના આસીસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. જેસનને કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોકટરે તેને મૃત ઘષિત કર્યો હતો. ત્યારબાદ આગલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઘટના બની ત્યારે રેમો અને તેની પત્ની લીઝેલ ગોવામાં એક લગ્નમાં સામેલ થવા ગયા હતા. આ વાતની જાણ થયા બાદ રેમો અને લીઝેલ તરત મુંબઈ આવવા રવાના થયા હતા. આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર લીઝેલને તેના પિતાએ જેસનના મૃત્યુના સમાચાર આપ્યા હતા. આ ઘટના બની ત્યારે તેના પિતા ડાયાલિસિસ માટે ગયા હતા. તેઓ પાછા ફર્યા ત્યારે જેસને દરવાજો ન ખોલતા અને કોઈ પ્રતિસાદ ન મળતા દરવાજો તોડવામાં આવ્યો હતો. જ્યાં અંદર જેસન મૃતાવસ્થામાં મલી આવ્યો હતો.
પ્રાપ્ત વિગતાનુસાર જેસનની માતાનું ચાર વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. તે માતાને ખૂબ મીસ કરી રહ્યો હતો અને આ દુઃખમાંથી બહાર આવી શક્યો નહોતો. આ બાબતે ઓશિવરા પોલીસ સ્ટેસનમાં અકસ્માત મૃત્યુની નોંધ કરવામાં આવી છે.