Get The App

શનિ શિંગણાપુર મંદિરનો વહિવટ સુપ્રીમે નાશિકના ડિવિઝનલ કમિશનરને સોંપ્યો

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
શનિ શિંગણાપુર મંદિરનો વહિવટ સુપ્રીમે નાશિકના ડિવિઝનલ કમિશનરને સોંપ્યો 1 - image

મંદિર ટ્રસ્ટના નિયંત્રણને પુનઃપ્રસ્થાપિત કરતા   હાઇકોર્ટના આદેશના અમલને અટકાવ્યો

મુંબઈ -  સર્વોચ્ચ અદાલતે શિંગણાપુરના શ્રી શનિશ્ચર દેવસ્થાન મંદિર ટ્રસ્ટના નિયંત્રણને પુનઃપ્રસ્થાપિત કરતા બોમ્બે હાઇકોર્ટના આદેશના અમલને અટકાવતાં જણાવ્યું હતું કે અદાલત ભક્તોએ દાનમાં આપેલા કરોડો રૃપિયા જેનો કાર્યકાળ ૩૧મી ડિસેમ્બરે પૂરો થનાર છે એવા ટ્રસ્ટને સોંપી શકીએ નહીં.

બોમ્બે હાઇકોર્ટની ઔરંગાબાદ બેન્ચના ૧૨મી ડિસેબરના ચુકાદાને પડકારતી મહારાષ્ટ્ર સરકારની અરજીના સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાન્ત અને ન્યાયમૂર્તિઓ જય માલ્ય બાગચી તથા વિપુલ એમ. પંચોલીની બેન્ચે મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને નોટિસ જારી કરી હતી. આ બેન્ચે નાશિકના ડિવિઝનલ કમિશનરને આ વિખ્યાત મંદિરનો વહીવટ ધ્યાનમાં રાખવામાં કમિશનરને સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ સહાય કરશે.

બેન્ચે આદેશ આપ્યો હતો કે ૧૨મી ડિસેમ્બરના આદેશના અમલને અટકાવો. કલેક્ટરના નિર્ણય સામે પણ મનાઇહુકમ આપવામાં આવે છે. આ આદેશોને ધ્યાનમાં લીધા બાદ અમે નાશિકના કમિખનરની નિમણંક વહીવટદાર તરીકે કરવાનો આદેશ આપીએ છીએ. આ અધિકારીને મંદિરની રોજબરોજના સરળ કામકાજનો અખત્યાર સંભાળવા દો.

અદાલતે વધુમાં જણાવ્યું હતું કે શિંગણાપુર ટ્રસ્ટ એક્ટ, ૨૦૧૮ હેઠળ મંદિરનું કામકાજ સંભાળવા નવી સમિતિ રચાય ત્યાં સુધી આ વ્યવસ્થા યથાવત્ રહેશે.

Tags :