સગીરના લોહીના નમૂના બદલીને પુરાવા સાથે ચેડાંનો આરોપ
કેસના અનેક સહઆરોપીઓને જામીન આપી દેવાયા છે અને અગ્રવાલે ૨૨ મહિના જેલમાં વિતાવ્યા હોવાની નોંધ
મુંબઈ - પુણેના પોર્શે કાર અકસ્માત કેસમાં સગીરના પિતા વિશાલ અગ્રવાલને સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. સગીરે ચલાવેલી કારના આ અકસ્માતમાં બે સોફ્ટવેર એન્જિનીયરોના મોત થયા હતા.
દારુ પીધો હોવાના પુરાવા છુપાવવા સગીરના લોહીના નમૂના બદલાવીને પુરાવા સાથે ચેડાં કરવાના કાવતરામાં સહભાગી હોવાનો અગ્રવાલ સામે આરોપ છે.
કોર્ટે નોંધ કરી હત ીકે આ કેસના અનેક સહઆરોપીઓને જામીન આપી દેવાયા છે અને અગ્રવાલે ૨૨ મહિના જેલમાં વિતાવ્યા છે.આમ અપીલકર્તાનો કેસ જામીન આપવાને પાત્ર બને છે. અગ્રવાલને શરતને આધીન જામીન પર છોડવાનો આદેશ અપાયો હતો. સુપ્રીમ કોર્ટે સંબંધી કોર્ટને વહેલાંસર સુનાવણી પૂર્ણ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
કોર્ટે આ કેસમા ંસમાજમાં પ્રવર્તમાન માનસિકતાની પણ નોંધ લીધી હતી. તમે જે કહો છો એ ભારતીય સમાજની માનસિકતા દર્શાવે છે. આમ જ બધું થાય છે અન્યથા આટલા બધા કેસ અમારી પાસે કેમ આવત? કાયદાનો સામનો કરવાને બદલે કાયદાની તરફેણ જોઈએ છે. આવી ચિંતાથી જોકે કસૂરવાર ઠેરવ્યા પૂર્વે અંગત આઝદી છીનવી શકાય નહીં. કાયદાનું સન્માન કરવું જરૃરી છે એવો સંદેશો લોકોમાં જવો જોઈએ એવી ટિપ્પણી પીડિતના પિતા માટે હાજર વકિલે કરતાં કોર્ટે ઉક્ત ટિપ્પણી કરી હતી.
૧૯ મે ૨૦૨૪ના રોજ કથિત સગીર દ્વારા ચલાવાી રહેલી પોર્શે કારે ટક્કર મારતાં બાઈક સવાર બે સેફ્ટવેર એન્જિનીયરોના મોત થયા હતા.મૃતકમાં અનેશ અવધિયા અને અશ્વિની કોશ્ટાનો સમાવેશ થતો હતો બંને મધ્ય પ્રદેશના રહેવાસી હતા.
ફરિયાદી પક્ષના આરોપ અનુસાર સગીરના પિતા વિશાલ અગ્રવાલે પત્ની અને અન્યો સાથે મળીને હોસ્પિટલના ડોક્ટરોને પણ ફોડીને સગીર અને તેના મિત્રોના લોહીના રિપોર્ટમાં ચેડાં કર્યા હતા જેથી તેમણે દારુનું સેવન કર્યું હોવાનું છુપાવી શકાય. સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટ બંનેએ જામીન અરજી ફગાવતાં સુપ્રીમમાં અપીલ કરાઈ હતી.


