ધર્મેન્દ્રનાં અસ્થિ વિસર્જન વખતે સનીએ પાપારાઝીનો કેમેરો ઝૂંટવ્યો

કિતને પૈસે ચાહિયે તેમ કહી ધમકાવ્યો
અગાઉ પણ પોતાના ઘર પાસે એકઠા થયેલા કેમેરાપર્સન્સને ખખડાવ્યા હતા
મુંબઇ - ધર્મેન્દ્રનાં હરિદ્વારમાં અસ્થિ વિસર્જન વખતે શૂટિંગ કરી રહેલા પાપારાઝીને સની દેઓલે બહુ આકરા શબ્દોમાં ધમકાવી તેનો કેમેરો ઝૂંટવી લીધો હતો.
અસ્થિવિસર્જનની ક્રિયા ચાલતી હતી ત્યારે સની દેઓલ જોયું હતું કે એક પાપારાઝી તે ક્રિયાનો વીડિયો અને તસવીરો લઇ રહ્યો હતો. સનીએ કેમેરામેનને તને કાંઈ શરમ છે કે નહિ, તને કેટલા પૈસા જોઈએ છે તેમ કહી બહુ ધમકાવ્યો હતો.
સનીએ અગાઉ ધર્મેન્દ્રની બીમારી વખતે પણ તેના ઘર પાસે એકઠા થયેલા કેમેરા પર્સન્સને ધમકાવ્યા હતા. તમારે લોકોને ઘરે કોઈ વડીલ છે કે નહિ, શરમ આવે છે કે નહિ તેમ કહી અપશબ્દો પણ સંભળાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રની બીમારી વખતે પાપારાઝીઓએ પહેલાં હોસ્પિટલ અને પછી તેમના ઘર પાસે ભીડ જમાવીને તમાશો કરતાં દેઓલ પરિવાર ભારે નારાજ થયો હતો. આ જ કારણોસર તેમણે ધર્મેન્દ્રનાં નિધનની મીડિયાને જાણ પણ ન હતી કરી. એટલું જ નહિ સની અને બોબીએ ધર્મેન્દ્ર માટે પ્રાર્થના સભા ગોઠવી ત્યારે મીડિયાને ત્યાં આવવાની સખત મનાઈ ફરમાવી દેવામાં આવી હતી.

