Mumbai
ધર્મેન્દ્રના નિધન પછીની પહેલી જાહેર ઈવેન્ટમાં સની રડી પડયો
By GS TEAM
17 Dec 20251 min read

સનીએ ફરી કામ ચાલુ કરી દીધું
બોર્ડર ટુનાં ટીઝર લોન્ચમાં સંવાદ બોલતી વખતે આંખોમાં આંસુ આવી ગયાં
મુંબઈ - ધર્મેન્દ્રનાં નિધન બાદ પહેલીવાર એક જાહેર ઈવેન્ટમાં દેખાયેલો સની દેઓલ રડી પડયો હતો.
સનીએ પિતા ધર્મેન્દ્રનાં નિધન બાદ પોતાની પ્રોફેશનલ કામગીરી ફરી શરુ કરી છે. તેની આગામી ફિલ્મ 'બોર્ડર ટુ' રીલિઝ થવાની છે. આ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવાની ઈવેન્ટમાં સનીએ ભાગ લીધો હતો. લોન્ચ વખતે સનીએ ફિલ્મનો એક સંવાદ બોલવાનો હતો. આ સંવાદ બોલતી વખતે તેની આંખોમાં આંસુ ધસી આવ્યાં હતાં. તે જોઈને ઈવેન્ટમાં હાજર અન્ય લોકો પણ ગળગળા બની ગયા હતા.
ધર્મેન્દ્રનું ગત મહિને મુંબઈમાં નિધન થયું હતું. તે પછી સની અને બોબીએ મુંબઈમાં પ્રાર્થના સભા પણ યોજી હતી. થોડા દિવસો પહેલાં તેઓ હરિદ્વારમાં અસ્થિ વિસર્જન માટે પણ પહોંચ્યા હતા.








