Get The App

ખાડાઓને કારણે ટ્રાફિકમાં ફસાઈ જતાં સુધા ચન્દ્રનનો આક્રોશ

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
ખાડાઓને કારણે ટ્રાફિકમાં ફસાઈ જતાં સુધા ચન્દ્રનનો આક્રોશ 1 - image

મુંબઈના બિસ્માર રસ્તાઓ સામે વધુ એક  સેલિબ્રિટીનો બળાપો

મઢ આઈલેન્ડ જતી વખતે ૨૫ મિનીટ ટ્રાફિકમાં  ફસાતાં રોષ ઠાલવ્યોઃ બીએમસીને પગલાં ભરવા અનુરોધ

મુંબઈ -  મુંબઈના રસ્તાઓ ખોદાતા રહે છે અને ચોમાસા વખતના ખાડાઓથી ઘણાં રસ્તાઓ પર થતા ટ્રાફિક જામને મામલે વધુ એક સેલિબ્રિટીએ આક્રોશ  ઠાલવ્યો છે. પીઢ અભિનેત્રી મડ આઈલેન્ડ પાસે ટ્રાફિક જામમાં પચ્ચીસ મિનિટથી વધુ અટવાતા સુધા ચન્દ્રને સોશિયલ મિડિયા પર વીડિયો પોસ્ટ કરી વ્યથા ઠાલવી હતી. રસ્તાઓનું નબળું મેઈન્ટેનન્સ અને ચાલી રહેલા કન્સ્ટ્રકશન કાર્યોને કારણે ટ્રાફિક જામ થયો હતો જેમાં સુધા ચન્દ્રનનું વાહન અટવાઈ ગયુું હતું. મુંબઈના રસ્તાઓની પરિસ્થિતિ બાબતમાં સત્તાધીશોની ટીકા કરતા સુધા ચન્દ્રને જરૃરી પગલાં ભરવા બીએમસીને વિનંતી કરી હતી.

પોતાની પોસ્ટમાં સુધા ચન્દ્રને કહ્યું કે આવી પરિસ્થિતિ (ટ્રાફિક જામ) ઊભી થતા કલાકારોને શૂટિંગ સ્થળ પર પહોંચવામાં મોડું થાય છે અને વિલંબના પગલે પ્રોડયુસરોને નુકસાન ભોગવવું પડે છે. સુધા ચન્દ્રને વીડિયોમાં કહ્યું કે ''હું મઢ આઈલેન્ડ જઈ રહી છું અને રસ્તાઓ એટલા ખોદાયેલા છે કે હું પચ્ચીસ મિનિટથી ટ્રાફિકમાં ફસાઈ છું. અમે કામ પર કેવી રીતે જઈશું? રસ્તાઓ રિપેર કરી અને અમને સમયસર કાર્યસ્થળ પર પહોંચવા દો. અમે સમયસર પહોંચતા નથી અ ને પ્રોડયુસરોને નુકસાન ભોગવવું પડે છે. ગયા વર્ષે પણ રસ્તાઓની પરિસ્થિતિ આવી જ છે. આવું જ ચાલુ રહે તો આર્ટિસ્ટોને સમ.સર પહોંચવામાં ઘણો સમય થશે.

છેલ્લા કેટલાંક મહિનાથી બીએમસીની અને અન્ય ઓથોરિટીસની વિવિધ કારણોસર ટીકા થઈ રહી છે. પૂજા ભટ્ટ, વરુણ ગ્રોવર, શ્રેયા ધનવંતરાય, રિયા ચઢા અને દિયા મિરઝાએ ઓથોરિટીની ઝાટકણી કાઢી હતી.

સોશિયલ મિડિયા પર યુઝર્સ દ્વારા  સાનુકુળ પ્રતિભાવ મળ્યો હતો એક યુઝરે લખ્યું હતું કે આખા મુંબઈમાં તેવું જ છે હું જ્યાં ગઈ છું ત્યાં એક રોડ એવો જોવા મળે છે જે ખોદેલો છે.