Mumbai

ધો. 10ના વર્ગમાં વિદ્યાર્થીની સહાધ્યાયી દ્વારા ચાકુના ઘા મારી હત્યા

By GS TEAM
16 Dec 20252 mins read
ધો. 10ના વર્ગમાં  વિદ્યાર્થીની સહાધ્યાયી દ્વારા ચાકુના ઘા મારી હત્યા

પુણેના કોચિંગ ક્લાસમાં લોહીના ફૂવારા ઉડયા

જૂની તકરાર હોવા છતાં બંનેને સાથે બેસાડાયા હતાઃ બેગમાં ચાકુ લાવ્યો હતો 

મુંબઈ -  મહારાષ્ટ્રના પુણેમાં ગંભીર ગુનાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આજે એક ખાનગી કલાસના વર્ગમાં ૧૦મા ધોરણના વિદ્યાર્થીએ અગાઉના વિવાદના લીધે સહપાઠીની ચાકૂથી હત્યા કરી હતી. આ બનાવના લીધે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચકચાર જાગી છે.

મૃતકના કિશોરના પિતાએ માંગણી કરી છે કે પોલીસ કડક કાર્યવાહી કરે જેથી મારા પર જે સમય આવ્યો છે તે બીજા કોઈ પર ન આવે. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના રાજગુરુનગરના એક પ્રાઈવેટ કોચિંગ સેન્ટરમાં બની હતી.

૧૦મા ધોરણમાં ભણતા પુષ્કર અને આરોપીનો અગાઉ ઝઘડો થયો હતો વર્ગ શિક્ષકે આ બાબતની માતા- પિતાને જાણ કરી નહોતી. આ ઉપરાંત શિક્ષકે સાવચેતી રાખી નહોતી તેનાથી વિપરીત બંનેને એકબીજાની પાસે બેસાડવામાં આવ્યા હતા અને આ ભયાનક હત્યાથઈ હતી.

ખેડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે 'કોચિંગ સેન્ટરના વર્ગમાં સોમવારે સવારે ચાકૂ લઈને આવેલા એક વિદ્યાર્થીએ અચાનક તેના સહપાઠી પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત છોકરાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું હતું. પોલીસે આરોપી વિદ્યાર્થીને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસને પ્રાથમિક તપાસમાં બંને વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ વિવાદ હોવાનું જણાયું હતું. અમે હુમલા પાછળના ચોક્કસ કારણની તપાસ કરી રહ્યા છીએ, એમ અધિકારીએ જણાવ્યું હતું.

બીજી તરફ મૃતક અને તેના મિક્ષોએ થોડા દિવસ પહેલાં આરોપીને માર મારતા તે ગુસ્સામાં હોવાનું કહેવાય છે. મૃતક વિદ્યાર્થીના પિતાએ ન્યૂઝ તેનલને કહ્યું હતું કે 'અમને ખ્યાલ નથી કે ત્રણથી ચાર દિવસ પહેલાં ચાર- પાંચ પુત્રને માર માર્યો હતો. આજે સવારે તે કલાસમાં ગયો હતો. મને સવારે ૯.૩૦ વાગ્યે ફોન આવ્યો હતો. છોકરાઓ વચ્ચે ઝઘડો થયો છે, જલ્દી હોસ્પિટલમાં જાઓ. મને સરકારી હોસ્પિટલમાં આવવાનું કહેવામાં આવ્યું હતું. હું ત્યાં ગયો પણ તેની હાલત  જોઈ શક્યો નહીં. ત્રણ મહિના પહેલાં ઝઘડો થયો હતો. અમને ખબર નહોતી. તેજ સમયે શિક્ષકોએ અમને જાણ કરવી જોઈતી હતી. જો આવું થયું હોત તો મારો પુત્ર મારી સાથે હોત. પોલીસે માતા- પિતાને અપીલ કરી છે કે આ ઘટનાથી સાવચેત રહેવું જોઈએ. તેમના બાળકો સાથે યોગ્ય વાતચીત કરવી જોઈએ. તેમના બાળકોના મિત્રો કોણ છે?તે ફ્રી સમયમાં શું કરે છે. એની માહિતી રાખવી જોઈએ.