વિદ્યાર્થી 'કાર્યકર' રેજાઝ સિદ્દીક પાકિસ્તાનના છ ફોન નંબર પર સંપર્કમાં
એટીએસ ઉપરાંત વધુ એજન્સીઓ તપાસમાં જોડાશે
વાતચીત કરવા માટે ડાર્ક વેબનો ઉપયોગ કર્યો હોવાની શંકા,આ સંપર્કોનો આતંકવાદી જૂથો સાથે કોઈ સંબંધ છે કે નહીં તેની તપાસ
મુંબઈ - નાગપુરમાં આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ઝડપાયેલો વિદ્યાર્થી કાર્યકર રેજાઝ એમ. શીબા સિદ્દીક પાકિસ્તાનમાં નોંધાયેલા છ ફોન નંબરો દ્વારા સંપર્કમાં હોવાનું એન્ટી ટેરરિઝમ સ્ક્વોડને જાણવા મળ્યા બાદ તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીઓ હવે તપાસ કરી રહ્યા છે કે શું આ સંપર્કોનો આતંકવાદી જૂથો સાથે કોઈ સંબંધ છે.
એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે સિદ્દીકના મોબાઇલ ફોનના વિશ્લેષણમાંથી આ નંબરો મળી આવ્યા છે અને તેમની તેમની માહિતી મેળવવાનો પ્રયાસો ચાલુ છે.
જો કોઈ પણ સંપર્કમાં આતંકવાદી જોડાણ હોવાની પુષ્ટિ થશે તા વધુ રાષ્ટ્રીય એજન્સીઓ તપાસ સંભાળશે,એમ આ કેસમાં સામેલ અધિકારીએ જણાવ્યું હતું.
કેરળના છવીસ વર્ષીય સિદ્દીકની ઉશ્કેરણીજનક પોસ્ટ અને શ સાથેની તેના ફોટો સહિતની ઓનલાઈન વર્તણૂક દેખરેખ હેઠળ આવ્યા બાદ ૭ મી મેના રોજ લકડગંજ પોલીસે નાગપુરની એક હોટલમાંથી ધરપકડ કરી હતી.
ત્યારબાદ તેના પર ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૪૯, ૧૯૨ (હુલ્લડો કરાવવાના ઈરાદાથી ઉશ્કેરણી), ૩૫૧ (ગુનાહિત ધાકધમકી) અને ૩૫૩ (જાહેર દુષ્કર્મ માટે પ્રોત્સાહન આપનારા નિવેદનો) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
તપાસકર્તાઓને શંકા છે કે સિદ્દીકે વિદેશી વ્યક્તિઓ સાથે વાતચીત કરવા માટે ડાર્ક વેબનો ઉપયોગ કર્યો હશે અને હાલમાં તેઓ તેના ડિજિટલ ફૂટપ્રિન્ટનું વિશ્લેષણ કરી રહ્યા છે.સિદ્દીકે રાષ્ટ્રીય સુરક્ષા માટે હાનિકારક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો કે નહીં એની ગુપ્તચર એજન્સીઓ તપાસ કરી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સિદ્દીક લાના વિદ્યાર્થીને મળવા નાગપુર ગયો હતો. બંને પાંચથી સાત મે સુધી એક હોટલમાં રોકાયા હતા અને એક રાઇફલ શોપની મુલાકાત લીધી હતી.જ્યાં સિદ્દીકનો શા સાથે ફોટો પાડવામાં આવ્યો હતો.આ ફોટોથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ કસ્ટડી બાદ સિદ્દીકને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો. ૧૧ મેના રોજ કેરળમાં તેના નિવાસસ્થાનની તપાસ કરવામાં આવી ત્યારે ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.ત્યારથી આ કેસ નાગપુર એટીએસને સોંપવામાં આવ્યો છે.
જ્યારે સિદ્દીક એક સ્વતંત્ર પત્રકાર અને કેરળ ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ યુનિયનના વડા હોવાનો દાવો કરે છે.અધિકારીએ આરોપ લગાવ્યો કે તે પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી)નો સક્રિય શહેરી કાર્યકર હતો.
પોલીસના જણાવ્યા અનુસાર સિદ્દીક કથિત રીતે ભંડોળ એકત્ર કરવા, નઝરિયા નામનું જર્નલ શરૃ કરવાનો પ્રયાસ કરવામાં અને માઓવાદી વિચારધારાને આગળ વધારવા માટે ગુપ્ત વિદ્યાર્થી જૂથો બનાવવાનું કામ કરવામાં સામેલ હતો.