Get The App

નાશિકમાં આજથી 11 દિવસ કડક લોકડાઉન

Updated: May 12th, 2021

GS TEAM

Google News
Google News
નાશિકમાં આજથી 11 દિવસ કડક લોકડાઉન 1 - image


મુંબઇ :  નાશિક જિલ્લામાં કોરોનાના દરદીઓની વધતી જતી સંખ્યાને અંકુશમાં લેવા માટે આવતી કાલે બુધવારથી અગિયાર દિવસના કડક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તબીબી કારણસર અથવા અત્યંત જરૃરી કામ સિવાય લોકોને બહાર નીકળવાની મનાઇ ફરમાવવામાં આવી છે.

'બ્રેક ધી ચેન' ઝુંબેશ ૧૨મીથી ૨૩મી મે દરમિયાન કડક લોકડાઉન અમલમાં રહેશે. નાશિક શહેર અને જિલ્લામાં લોકોને લોકડાઉનનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નાશિક જિલ્લામાં વિવિધ નિયંત્રણો અમલમાં હોવા છતાં દરરોજ કોવિડના અઢીથી ત્રણ હજાર નવા દરદીઓ આવતા જ જાય છે. એટલે આ સંખ્યામાં ઘટાડો થાય માટે જિલ્લાપ્રશાસને કડક લોકડાઉનનો આદેશ આપ્યો છે.


Tags :