Get The App

રાજ્યની સહુથી ઊંચી ગણેશમૂર્તિ મુંબઇમાં ખેતવાડીના પરશુરામ રૃપી ગણપતિ 38 ફૂટ ઊંચા

Updated: Aug 26th, 2022

GS TEAM

Google News
Google News
રાજ્યની સહુથી ઊંચી ગણેશમૂર્તિ મુંબઇમાં ખેતવાડીના પરશુરામ રૃપી ગણપતિ 38 ફૂટ ઊંચા 1 - image

મુંબઇ :  આ વર્ષનો ગણેશોત્સવ ખાસ છે. કારણ કે આ વર્ષે કોઇપણ જાતના પ્રતિબંધ વગર ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવશે. મહત્વની વાત એ છે કે ગણેશમૂર્તિઓની ઊંચાઇ બાબતે કોઇ મર્યાદા રખાઇ નથી. તેથી વિવિધ ગણેશમંડળોમાં ઊંચી મૂર્તિઓ માટે સ્પર્ધા જોવા મળશે. રાજ્યની સહુથી ઊંચી ૩૮ ફૂટની ગણેશજીની પ્રતિમા મુંબઇચા મહારાજની છે. જે પરશુરામ રૃપમાં બનાવવામાં આવી છે.

ચાર માળ જેટલી ઊંચી ભવ્ય મૂર્તિ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ગિરગાવનું ખેતવાડી ગણેશોત્સવ મંડળ ઊંચી ગણેશ મૂર્તિઓની સ્થાપના કરવા માટે પ્રખ્યાત છે. આ વર્ષે પણ ત્યાં ૩૮ ફૂટની ઊંચી મૂર્તિનું આગમન થયું છે. પરશુરામ રૃપી ગમેશમૂર્તિ સમક્ષ સજાવટ તરીકે ગુરુકુળનું દ્રશ્ય પણ સર્જાશે. તેવી જ રીતે મુંબઇના રાજા એવી ખ્યાતિ પામેલા લાલબાગની ગણેશગલ્લીના ગણપતિની મૂર્તિ અને સુશોભન ખૂબ જ આકર્ષક રહેશે. અહીં ૨૨ ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના થઇ છે. અને કાશી વિશ્વનાથ મંદિરનું દ્રશ્ય સુશોભન તરીકે ઉભું કરાયું છે. લાલબાગ સાર્વજનિક મંડળ આ વર્ષે ૯૫ વર્ષમાં પ્રવેશ કરશે તેથી વિશેષ સજાવટ અહીંના મંડળમાં જોવા મળશે.

રવિવારથી ગણેશ પંડાલોના ભવ્ય મૂર્તિઓનું આગમ શરૃ તઇ ગયું છે.