For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ધો. 12નું 90..25 ટકા પરિણામ કોંકણ પ્રથમ, મુંબઈ સૌથી છેલ્લું

Updated: May 26th, 2023

Article Content Image

ધો. 12માં મહારાષ્ટ્રની વિદ્યાર્થિનીઓએ ગઢ જીત્યો

વિજ્ઞાન શાખાનું  સૌથી વધુ 96.9 ટકા, આર્ટ્સનું સૌથી ઓછ 84 ટકા પરિણામ, ગયા વર્ષની તુલનાએ કુલ પરિણામ 2.97 ટકા ઘટયું  

મુંબઇ :  મહારાષ્ટ્ર બોર્ડનું ધો.૧૨નું કુલ પરિણામ ૯૧.૨૫ ટકા આવ્યું છે.  આ પરીક્ષામાં વર્ષોની પરંપરા જાળવી રાખી ફરી વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. સ્ટેટ વિભાગવાર જોવા જઈએ તો કોંકણ વિભાગનું પરિણામ સર્વાધિક ૯૬.૦૧ ટકા અને મુંબઈ વિભાગનું પરિણામ સૌથી ઓછું ૮૮.૧૩ ટકા આવ્યું છે. જ્યારે દિવ્યાંગોની શ્રેણીમાં ૯૩ ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે. ૧૫૪માંથી કુલ ૨૩ વિષયોનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ૧૭ કૉલેજોનું પરિણામ શૂન્ય ટકા આવ્યું હોવાની માહિતી છે.

મહારાષ્ટ્રના કુલ નવ વિભાગમાંથી ૧૪,૨૮,૧૯૪ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતાં. તેમાંના ૧૪,૧૬,૩૭૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૧૨,૯૨૪૬૮ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થતાં રાજ્યનું કુલ પરિણામ ૯૧.૨૫ ટકા આવ્યું છે. જ્યારે રીપીટર્સ વિદ્યાર્થીઓનું કુલ પાસિંગ પરિણામ ૪૪.૩૩ ટકા આવ્યું છે. રેગ્યુલર પરીક્ષામાં રાજ્યમાં કુલ ૭,૬૭,૩૮૬ છોકરાઓમાંથી ૬,૮૪,૧૧૮ વિદ્યાર્થીઓ પાસ થતાં કુલ પાસ છોકરાઓની ટકાવરી ૮૯.૧૪ ટકા તો છોકરીઓમાં ૬,૪૮,૯૮૫માંથી ૬,૦૮,૩૫૦ પાસ થતાં વિદ્યાર્થિનીઓની ટકાવરી ૯૩.૭૩ રહી છે. આથી છોકરાઓની તુલનાએ ૪.૬૯ ટકા વધુ છોકરીઓ પાસ થઈ છે.

ગયા વર્ષે રાજ્યનું પરિણામ ૯૪.૨૨ ટકા હતું. આ વર્ષે તે ૯૧.૨૫ ટકા આવ્યું છે. અર્થાત્ ગયા વર્ષની તુલનાએ આ વર્ષે પરિણામ ૨.૯૭ ટકા ઓછું થયું છે. પરંતુ કોરોના પહેલાંના કાળની તુલનાએ આ વર્ષનું પરિણામ ૦.૫૯ ટકાએ વધ્યું છે. કારણ ૨૦૨૦માં આ પરિણામ ૯૦.૬૬ ટકા હતું. ઉપરાંત સ્ટ્રીમ પ્રમાણે સૌથી વધુ પરિણામ વિજ્ઞાાન શાખાાનું ૯૬.૯ ટકા આવ્યું છે. ત્યારબાદ વૉકેશનલ કોર્સનું પરિણામ ૯૧.૨૫ ટકા, કોમર્સનું પરિણામ ૯૦.૪૨ અને આર્ટ્સનું પરિણામ ૮૪.૫ ટકા આવ્યું છે.

દરમ્યાન, મુંબઈ શહેરની વાત કરીએ તો સંપૂર્ણ મુંબઈમાંથી કુલ ૩,૨૯,૩૩૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંના ૨,૯૦,૨૫૮ વિદ્યાર્થીઓ પાસ થતાં મુંબઈ શહેરનું કુલ પરિણામ ૮૮.૧૩ ટકા આવ્યું છે. જેમાં પણ ૮૬.૬ ટકા વિદ્યાર્થીઓ અને ૯૦.૪૨ ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે. સૌથી વધુ પરિણામ ૨૬,૦૨૮ વિદ્યાર્થીઓમાંથી ૨૪,૯૯૦ વિદ્યાર્થીઓ પાસ થતાં કોંકણનું ૯૬.૦૧ ટકા આવ્યું છે.


Gujarat