Get The App

મસાલા બજારમાં ચુલા પર મસાલા શેકાવા લાગ્યા

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
મસાલા બજારમાં ચુલા પર મસાલા શેકાવા લાગ્યા 1 - image

સિલિન્ડરની ખેંચની અસર

પરંપરાગત પદ્ધતિને કારણે ફરી અસલ ટેસ્ટ અને સોડમનો અનુભવ

મુંબઈ -  અમેરિકા- ઈરાન યુધ્ધને પગલે દેશભરમાં સર્જાયેલી અભૂતપૂર્વ ગેસ કટોકટીને પગલે મુંબઈના લાલબાગની વિખ્યાત અથાણા- મસાલા બજારમાં રાંધણ ગેસને બદલે લાકડાં- કોલસાના ચૂલા ઉપર મરચાં શેકાવા લાગ્યા છે.

અત્યારે લાલ મરચાંની ખરી સીઝન ચાલી રહી હોવાથી રાંધણ ગેસના વિકલ્પ રૃપે દુકાનદારોએ દુકાનની બહાર જ સગડી અને ચૂલા પેટાવીને મરચાં ખાંડવાનું શરૃ કરી દીધું છે. લાકડાં- કોલસાના આ વિકલ્પ ગેસ કરતાં ઘણો સોંઘો છે એટલું જ નહીં સગડી અને ચૂલા પર શેકવામાં આવતા મરચાંને ખાંડવામાં આવ્યા પછી અસલ સોડમ આવે છે અને ટેસ્ટ પણ જળવાઈ રહે છે એવું લોકોનું કહેવું છે.

લાલબાગની દુકાનોમાં દરરોજ ૪૦ કિલો લાકડાનો અને ૫૦ કિલો પથ્થરિયા કોલસાનો ઉપયોગ થાય છે. લાકડાનો ભાવ ૩થી ૪ રૃપિયા પ્રતિ ટન હોવાને કારણે તેનો ઉપયોગ ઘણો સોંઘો પડે છે એમ દુકાનદારોએ જણાવ્યું હતું.

કમર્શિયલ સિલિન્ડર મેળવવામાં ઘણો ટાઈમ લાગતા હોવાથી આ વિકલ્પ અપનાવાવમાં આવ્યો છે. પારંપારિક પધ્ધતિથી મરચાં શેકવાની આ વૈકલ્પિક પધ્ધતિ અપનાવતી વખતે આજુબાજુ ધૂમાડો ન ફેલાય અને લોકોને ત્રાસ પણ ન થાય એ માટે આધુનિક પંખાવાળી સગડીનો ઉપયોગ પણ શરૃ કરવામાં આવ્યો છે. આ સાથે જ આગ ન આગનું જોખમ નિવારવા માટે સલામતીના પગલાં પણ લેવાયા છે એમ મરચાં- મસાલા માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું.