Mumbai

56મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં ધર્મેન્દ્રને સ્પેશ્યલ શ્રદ્ધાંજલિ

By GS TEAM
26 Nov 20251 min read
56મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં ધર્મેન્દ્રને સ્પેશ્યલ શ્રદ્ધાંજલિ

ઉપરાંત પણજીના થિયેટરમાં શોલેની બાઇકને ડિસ્પ્લેમાં રાખવામાં આવી

મુંબઈ -  ગોવાના પણજીમાં હાલ ૫૬મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. તેવામાં પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થવાથી ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં એક મિનિટનું મૌન રાખીને તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. 

આ ઉપરાંત  ૨૭ નવેમ્બરના રોજ આ ફેસ્ટિવલમાં શોલે ફિલ્મના યાદગાર ૫૦ વરસની ઉજવણીનું સેશન યોજવામાં આવશે. જેમાં ફિલ્મના દિગ્દર્શક રમેશ સિપ્પી હાજર રહેશે. ધર્મેન્દ્રને સ્પેશિયલ ટ્રિબ્યુટ આપવા માટે  ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલી બાઇકને પણ ડિસ્પેલમાં મુકવામાં આવી છે.જે બાઇક  પર ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન જય-વીરૃના રોલમાં તેમની દોસ્તી માટે  યહ દોસ્તી હમ નહીં તોડેંગે ગીત ગાયું હતું.રસપ્રદ છે કે, આ પાંચ મિનિટના ગીતના શૂટિંગને ૨૧ દિવસ લાગ્યા હતા.