મુંબઈના
ચાહકો માટે ખાસ ટ્રેન દોડશે
સવારે
૬.૨૦ વાગ્યે ઉપડશે અને ફાઇનલ પહેલા અમદાવાદ
પહોંચશે
મુંબઈ -
અમદાવાદમાં આઈપીએલ ફાઇનલ જોવા માટે પ્રવાસ કરતા ક્રિકેટ
ચાહકો માટે એક ખાસ પહેલમાં, પશ્ચિમ રેલવેએ મુસાફરીને સરળ બનાવવા અને મુસાફરોની માંગમાં
અપેક્ષિત વધારાને નિયંત્રિત કરવા માટે મુંબઈ અને અમદાવાદ વચ્ચે ખાસ ટ્રેન સેવાની
જાહેરાત કરી છે.
પશ્ચિમ
રેલવેના જણાવ્યા અનુસાર, આ ખાસ ટ્રેન ૩૧ મેના રોજ સવારે ૬.૨૦ વાગ્યે મુંબઈથી ઉપડશે અને
બહુપ્રતિક્ષિત આઈપીએલ ફાઇનલ પહેલા અમદાવાદ પહોંચશે. પરત ફરતી ટ્રેન પહેલી જૂનના રોજ સવારે ૩.૫૦ વાગ્યે અમદાવાદથી ઉપડશે
અને તે જ દિવસે મોડી રાત્રે મુંબઈ પહોંચશે.
મુંબઈ-અમદાવાદ
રૃટ પર મોટી ઇવેન્ટ્સ દરમિયાન મુસાફરોની નોંધપાત્ર અવરજવર જોવા મળે છે અને આઈપીએલ
ફાઇનલને કારણે સ્ટેડિયમમાં મેચ લાઇવ જોવા માટે ઉત્સુક ક્રિકેટ ચાહકો તરફથી
નોંધપાત્ર માંગ થવાની અપેક્ષા છે.
પશ્ચિમ
રેલ્વેએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ તેમની મુસાફરીનું આયોજન કરતા પહેલા
ટ્રેનનું સમયપત્રક અને બુકિંગ વિગતો તપાસે અને આ પ્રસંગ માટે શરૃ કરવામાં આવેલી
ખાસ સેવાનો ઉપયોગ કરે.


