Get The App

સ્પેનના પ્રમુખ પેડરોએ મુંબઈની દિવાળી માણી, લાડુ ખાધા ને ફટાકડા ફોડયા

Updated: Oct 30th, 2024

GS TEAM

Google News
Google News
સ્પેનના પ્રમુખ પેડરોએ મુંબઈની દિવાળી માણી, લાડુ ખાધા ને ફટાકડા ફોડયા 1 - image


પેડરોએ સજોડે દિપમાળા પણ પ્રગટાવી

ગણપતિની સુંદર પ્રતિમા ખરીદવા માટે પેડરોએ મોબાઈલ કાઢીને ફટાફટ યુપીઆઈથી પેમેન્ટ કર્યું

મુંબઇ :  મુંબઇની મુલાકાતે આવેલા સ્પેનના પ્રમુખ પેડરો સાન્ચેઝ અને તેમના પત્ની બેગોના ગોમેઝે લાડુની લહેજત માણી, દિવડા પ્રગટાવી અને ફટાકડા ફોડીને દિવાળીના તહેવારથી હરખભેર ઉજવણી કરી હતી.

ભારતની ત્રણ દિવસની યાત્રા દરમ્યાન સ્પેનના પ્રમુખ અને તેમના પત્નીએ સોમવારે મુંબઇમાં આયોજિત દિવાળીની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે સજોડે દિપમાળા પ્રગટાવી હતી. ખિજબાનીમાં ખાસ તો લાડુ અને બીજી મીઠાઇઓનો સ્વાદ માણ્યો હતો અને પછી ફુલઝરી સળગાવી હતી અને ફટાકડા ફોડયા હતા.

સાન્ચેઝને ગણપતીની એક મૂર્તિ ખૂબ ગમી ગઇ હતી. એટલે તરત જ તેમણે યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ)થી કિંમત ચૂકવીને આ સુંદર મૂર્તિ ખરીદી લીધી હતી. તેઓ આવતીકાલે મુંબઇથી સ્પેન જવા વિદાય થશે.


Tags :