Get The App

સોનમ કપૂર 4 વર્ષ બાદ બીજા પુત્રની માતા બની

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
સોનમ કપૂર  4 વર્ષ બાદ બીજા પુત્રની માતા બની 1 - image

પુત્ર  વાયુનો જન્મ ૨૦૨૨માં થયો હતો

સોશિયલ મીડિયા પર એનાઉન્સમેન્ટ બાદ બોલિવૂડ કલાકારો, ચાહકો દ્વારા અભિનંદનની વર્ષા

મુંબઇ -  સોનમ કપૂર આહુજા અને આનંદ આહુજા બીજા પુત્રના પેરેન્ટસ બન્યા છે. સોનમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટસ પરથી તેનાં બીજા પુત્રનાં જન્મની જાહેરાત કરાઈ હતી. 

રવિવારે રાતે આ જાહેરાત બાદ તરત જ અભિનંદનની વર્ષા શરુ થઈ હતી. કરીના કપૂર, કાજોલ, બિપાશા બાસુ, દીયા મિર્ઝા, પરિણિતી ચોપરા, હુમા કુરેશી, વાણી કપૂર, ઋચા ચઢ્ઢા સહિતની ફિલ્મી હસ્તીઓએ યુગલને અભિનંદન આપ્યાં હતાં. 

ઉલ્લેખનીય છે કે સોનમે ગત નવેમ્બરમાં પોતે બીજી વાર પ્રેગનન્ટ હોવાની જાહેરાત કરી હતી. 

સોનમ અને આનંદ આહુજાનાં લગ્ન ૨૦૧૮માં થયાં હતાં. તે પછી ૨૦૨૨માં તેમને ત્યાં પુત્ર વાયુનો જન્મ થયો હતો.