Mumbai
સોનાક્ષીની ટીખળઃ સૌથી લાંબો સમય પ્રેગનન્ટ રહેવાનો રેકોર્ડ મારા નામે
By GS TEAM
17 Oct 20251 min read

પ્રેગનન્સીની અટકળો ફગાવી દીધી
સોનાક્ષી બેબી બમ્પ છૂપાવવાની હરકત પબ્લિસિટી માટે કરતી હોવાની પણ ટીકા
મુંબઇ - સોનાક્ષી સિંહાએ તે પ્રેગનન્ટ હોવાની તાજેતરમાં શરુ થયેલી અટકળો ફગાવી દીધી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેણે લખ્યું હતું કે હુું પ્રેગનન્ટ છું તેવી અટકળો ૧૬ મહિનાથી ચાલે છે. કદાચ સૌથી લાંબા સમય માટે પ્રેગનન્ટ રહેવાનો રેકોર્ડ મારા નામે છે.
એક ઈવેન્ટમાં સોનાક્ષી તેનો બેબી બમ્પ છૂપાવતી હોય તેવી અદા કરતી જોવા મળી હતી. તેના પતિ ઝહીરે પણ તેના પેટ પર હાથ મૂક્યો હતો. તે પછી તે પ્રેગનન્ટ હોવાની અટકળો શરુ થઈ હતી.
હવે લોકો સોનાક્ષીને એમ કહીને ટ્રોલ કરી રહ્યા છે કે હાલ કેટરીના કૈફ અને પરિણિતી ચોપરાની પ્રેગનન્સીની ચર્ચા છે એટલે સોનાક્ષી પણ પબ્લિસિટીમાં રહેવા જાણી જોઈને પોતાની પ્રેગનન્સીની અટકળો ચાલે તેવી મસ્તી મજાક જાહેરમાં કરે છે.








