ઘરમાં રહીને ત્રાસ ગુજારતો હોવાની પિતાની ફરિયાદ
બોરીવલી તહેસીલદારની ઓફિસમાંથી અધિકારીની નિમણૂક દેખરેખ પોલીસે ઘર ખાલી કરાવડાવ્યું
મુંબઈ - પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન્સ ટ્રિબ્યુનલે એક વ્યક્તિને તેના ૭૦ વર્ષીય પિતાના ફ્લેટને ખાલી કરવાનો આદેશ આપ્યાના દસ મહિના બાદ પોલીસ, તહેસીલદાર ઓફિસના એક અધિકારીની હાજરીમાં તાજેતરમાં તેને ઘરની બહાર કાઢ્યો હતો.
૨૦૨૫માં ટ્રિબ્યુનલના આદેશ બાદ પણ પુત્રે પિતાના ઘર પર કબજો ચાલુ રાખ્યો હતો. પોલીસે ટ્રિબ્યુનલને પત્ર લખીને ફ્લેટ ખાલી કરવાની પ્રક્રિયાની દેખરેખ માટે બોરીવલી તહેસીલદારની ઓફિસમાંથી એક અધિકારીની નમણૂક કરી હતી.
ડિસેમ્બર ૨૦૨૪માં સિત્તેર વર્ષની વ્યક્તિએ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો હતો. મોટો પુત્ર લગભગ અકે દાયકા પહેલાં તેમની સાથે રહેવા આવ્યો હતો. પિતાને હેરાન કરતો અને ધમકી આપતો હતો.
પોલીસમાં બિનદખલ ફરિયાદ નોંધાવ્યા પછી પુત્ર ચાલ્યો ગયો હતો. અરજદારે પોતાના ખર્ચ કાઢવા એક એપાર્ટમેન્ટ ભાડે અપાવાનું નક્કી કર્યું હતું પણ પુત્રે ભાડૂતને ધમકી આપીને ખાલી કરાવીને કબજો લીધો હતો.
પુત્ર ે ટ્રિબ્યુનલમાં રજૂઆત કરી હતી કે પોતાના પિતાને પ્રવેશતા અટકાવ્યા નથી અને બાળપણનું ઘર હોવાથી ઘરમાં રહેવાનો અધિકાર છે.
પિતા સામે સતામણીના વળતા આરોપ કર્યા હતા. એક બીજા સામે અનેક કેસો કર્યા હતા. બંને પક્ષે દસ્તાવેજો અને રજૂઆતની તપાસ બાદ ટ્રિબ્યુનલને એપાર્ટમેન્ટ પિતાની માલિકીનું હોવાનું નોઁધીને પુત્રને એક મહિનામાં ઘર ખાલી કરવા જણાવ્યું હતું. પુત્રને રૃ. ૫૦૦૦ ભરણપોષણ પિતાને આપવાનો આદેશ આપ્યો હતો.
પોલીસે ટ્રિબ્યુનલના આદેશની નકલ પુત્રને આપી હતી. પુત્રે પોલીસ સ્ટેશનને જણાવ્યું હતું કે પોતે હાઈકોર્ટમાં અપીલ કરી છે જેણે દિંડોશી સેશન્સ કોર્ટમાં જવા નિર્દેશ આપ્યો છે. પોલીસે ટ્રિબ્યુનલને જાણ કરતાં ટ્રિબ્યુનલે બોરીવલી તહેસિલદાર ઓફિસમાંથી અધિકારી નિયુક્ત કરીને પુત્રને ઘર ખાલી કરાવ્યું હતું.


