ઉમેદવારો ઈન્ટરવ્યૂ માટે પસંદ થયા ૧૫૧૬
મહિલા ઉમેદવારોમાં પણ સોલાપુરની જ આરતી જાધવે મેદાન માર્યું
મુંબઇ - મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી) દ્વારા મે મહિનામાં લેવાયેલી રાજ્યસેવા ૨૦૨૪ પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં વિજય લામકાણેએ રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. સોલાપુર જિલ્લાના વિજય લામકાણેએ પોતાના સતત પરિશ્રમના બળ પર આ સિદ્ધિ મેળવી છે. બીજા ક્રમે હિમાલય ઘોરપડે રહ્યા છે, જ્યારે અન્ય ઉમેદવારોએ પણ ઉત્તમ પ્રદર્શન કરીને ગુણવત્તા યાદીમાં સ્થાન મેળવ્યું છે.
સોલાપુરનો િ વજય નાગનાથ લામકાને એ જનરલ અને રિઝર્વ એમ તમામ કેટેગરીના ઉમેદવારોમાંથી રાજ્યમાં પ્રથમ આવ્યો છે. જ્યારે આજ જિલ્લાની આરતી પરમેશ્વર જાધવ એ મહિલાઓની કેટેગરીમાં રાજ્યમાં પ્રથમ આવી છે.
આ પરીક્ષા પ્રાથમિક, મુખ્ય અને ઇન્ટરવ્યૂ જેવા તબક્કાઓમાં યોજાઈ હતી. મુખ્ય પરીક્ષા પછી આશરે ૧,૫૧૬ ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે પસંદ થયા હતા. અંતિમ ગુણવત્તા યાદી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં મેળવેલા ગુણોના આધારે તૈયાર કરવામાં આવી છે. વિવિધ વર્ગોેના ઉમેદવારોએ નોંધપાત્ર સફળતા મેળવી છે અને નાગપુરની પ્રગતિ જગતાપે અનુસૂચિત જાતિ વર્ગમાંથી શ્રેષ્ઠ સ્થાન મેફ્રવ્યું છે.
મહિલા ઉમેદવારોમાં આરતી જાધવે ઉત્તમ પ્રદર્શન કરીને અગ્રણી સ્થાન મેળવ્યું છે.આ અંતિમ ગુણવત્તા યાદી આગામી નિયુક્તિ પ્રક્રિયા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.


