ડિવિઝનલ જોઈન્ટ રજિસ્ટ્રારે સોસાયટીને આપેલા આદેશને હાઈકોર્ટે ફગાવ્યો
ફલેટસની સંખ્યાથી વધુ મેમ્બર્સ સોસાયટી લઈ ન શકે તેવું હાઈકોર્ટનું અવલોકન
મુંબઈ - બિલ્ડર 'રેફયુજ એરિયા'ને રહેણાંક ફલેટ તરીકે વેચી દે તો તેવા ગ્રાહકને સભ્યપદ આપવા કોઓપરેટીવ હાઉસિંગ ઈન્કાર કરી શકે છે તેવું બોમ્બે હાઈકોર્ટે એક ચુકાદામાં કહ્યું છે. જે ફલેટ અસ્તિત્વમાં જ નથી અને મંજૂર પ્લાન પ્રમાણેના ફલેટ્સની સંખ્યાથી સભ્યપદની સંખ્યા વધે તો વધારાના સભ્યને સભ્યપદ આપવા હાઉસિંગ કોઓપટીવ સોસાયટી ઈન્કાર કરી શકે છે તેવું અવલોકન કોર્ટે કર્યું હતું.
ડેવેલપરે કરેલા સેલ એગ્રીમેન્ટના આધારે ડિવિઝનલ જોઈન્ટ રજિસ્ટ્રારે કેટલાક પર્ચેઝર્સને સભ્યપદ આપવા નિર્દેશ આપ્યા હતા. ડિવિઝનલ જોઈન્ટ રજિસ્ટ્રારના ઓર્ડરને પડકારતી રિટ પીટિશન કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીએ હાઈકોર્ટમાં કરી હતી. ૨૦૧૯માં તેમણે પાંચ ફલેટ ખરીદ્યા હતા તેવો દાવો પરચેઝર્સે કર્યો હતો. જે જગ્યા વેચાઈ છે તે રેફયુઝ એરિયા હતી અને ત્યાં ફલેટસ બંધાયા જ નહતા તેવી રજુઆત સોસાયટીએ કરી હતી.
ફલેર પ્લાન્સનો અભ્યાસ કરાતા બેન્ચેને જાણ થઈ હતી કે સંબંધિત જગ્યા રેસિડેન્શિયલ યુનીટ તરીકે નહીં પણ રેફયુઝ એરિયા તરીકે દર્શાવવામાં આવી છે. બીએમસીએ પણ સંબંધિત જગ્યાને રેફયુઝ એરિયા (પ્લાન મુજબ) ગણીને પ્રોપર્ટી ટેક્સ લાદ્યો ન હતો. સંબંધિત જગ્યા પર ફલેટ અસ્તિત્વમાં જ ન હતો તેને બીએમસીના પગલાંથી પુષ્ટિ મળી હતી.
સોસાયટી જ્યારે બની હતી ત્યારે બિનવેચાયેલો એક પણ ફલેટ ન હતો અને બાકીના યુનિટસના સંબંધમાં ડેવેલપરે સોસાયટીમાં સભ્યપદ લીધું ન હતું તેવું અવલોકન જસ્ટિસ ફિરદોષ પી. પુનીવાલાની બેન્ચે કર્યું હતું. આમ સોસાયટી બની ગઈ કોઈ ફલેટ બાકી ન હતો. આથી ડેવેલપરે સભ્ય બન્યો ન હતો અને 'ડીમ્ડ કન્વેયન્સ' પછી ડેવેલપરનું સેલ એગ્રીમેન્ટ ઓથોરિટી વગર કરાયું હતું અને સોસાયટીને બંધનકર્તા નથી તેવું બેન્ચે કહ્યું હતું.
મહારાષ્ટ્ર કોઓપરેટીવ સોસાયટીસ એક્ટના સેકશન ૧૫૪ બી- ફાઈવ અનુસાર ફલેટ્સની સંખ્યાથી વધુ મેમ્બર્સને સોસાયટી પ્રવેશ આપી શકતી નથી. એપ્રેમેન્ટમાં દર્શાવેલા ફલેટ્સ અસ્તિત્વમાં જ નહીં હતા. ખાલી ફલેટસની સંખ્યા વધુ મેમ્બર્સ સોસાયટી દાખલ કરે તો ઉપર જણાવેલા કાયદાની જોગવાઈનો ભંગ થાય છે તેવું અવલોકન કોર્ટે કહ્યું હતું.
હાઈકોર્ટે રિટ પીટિશનને મંજૂર કરી હતી અને સંબંધિત પર્ચેઝર્સને સભ્ય તરીકે દાખલ કરવાના ઓડર્સ ફગાવી દીધા હતા.


