સ્મૃતિ મંધાના, જેમીમા અને રાધાને ૨.૨૫ કરોડનું ઈનામ

મુંબઈ - ભારતીય મહિલા વર્લ્ડ કપ વિજેતા ટીમ માં સામેલ રાજ્યની ત્રણ મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના, જેમીમા રોડ્રિગ્સ અને રાધા યાદવનું સન્માન કરી ૨.૨૫ કરોડનું ઈનામ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે અપાયું હતું.
મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન 'વર્ષા' બંગલો ખાતે આ સન્માન સમારોહ યોજાયો હતો.
ક્રિકેટ ટીમના કોચ અમોલ મુઝુમદારને ૨૨.૫ લાખ રૃપિયાનો ચેક આપવામાં આવ્યો હતો, જ્યારે સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને ૧૧લાખ રૃપિયા આપવામાં આવ્યા હતા.

