તુલસીની ભૂમિકા માટે સ્મૃતિ ઈરાનીને રોજના 14 લાખની ફી મળશે
મૂળ સિરિયલ વખતે રોજના ૮ હજાર મળ્યા હતા
બાદમાં સિરિયલ લોકપ્રિય બનતાં છેલ્લે સ્મૃતિની ફી રોજના ૫૦ હાજર થઈ હતીે
મુંબઇ - સ્મૃતિ ઈરાનીએ વર્ષો પહેલાં પહેલીવાર 'ક્યોં કિ સાસ ભી કભી બહુ થી'માં તુલસીનું પાત્ર ભજવ્યું ત્યારે તેને શરુઆતમાં રોજના આઠ હજાર રુપિયા ફી મળતી હતી. બાદમાં આ શો લોકપ્રિય બનતાં ધીમે ધીમે તેની ફી વધીને રોજના ૫૦ હજાર સુધી પહોંચી હતી. હવે એકતા કપૂર આ સિરિયલ ફરી બનાવી રહી છે ત્યારે સ્મૃતિ ઈરાનીને રોજના ૧૪ લાખ રુપિયા ફી મળવાની હોવાનું કહેવાય છે.
સ્મૃતિ ઇરાની આ સીરિયલની નવી સીઝન દ્વારા ફરી ટીવીના પડદે એક કલાકાર તરીકે દેખાશે. આ વખતે સેટ પર સ્મૃતિનો દરજ્જો બદલાઈ ગયો છે. તે ઝેડ પ્લસ સુરક્ષા વચ્ચે શૂટિંગ કરશે. સેટ પર કડક સુરક્ષા પ્રોટોકોલ્સનું પાલન કરાશે. બહુ જ અનિવાર્ય હોય તે સિવાયના લોકોને સેટ પર હાજર રહેવા દેવામાં આવશે નહિ.
સેટ પર મોબાઈલ ફોનના વપરાશ પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
સિરિયલમાં મિહિર વિરાણીના રોલમાં અમર ઉપાધ્યાયની પણ રી એન્ટ્રી થવાની અટકળો છે.