7/11 ના આરોપીઓના સ્કેચ બનાવનારને ધમકીઓ મળ્યા બાદ અધ્યાત્મના માર્ગે

એક ટેક્સી ડ્રાઈવરનાં વર્ણન પરથી સ્કેચ બનાવ્યો હતો
સ્કેચ આર્ટિસ્ટ નરેશ કોર્ડે વતન જતા રહ્યા, ત્યાં મંદિર બનાવી મહારાજ તરીકે જીવન વ્યતિત કરે છે
મુંબઇ - 711 ના ટ્રેન બ્લાસ્ટના આરોપીઓના આબેહૂબ સ્કેચ તૈયાર કરીને પોલીસને મદદરૃપ થનારા સ્કેચ આર્ટીસ્ટ નરેશ કોર્ટેને સતત ધમકીઓ મળી હતી. તે પછી તેમણે અધ્યાત્મનો માર્ગ લીધો છે. મુંબઇ છોડી ગયેલા કોર્ડે અત્યારે મહારાજ તરીકે ઓળખાય છે. ૭/૧૧
નરેશ કોર્ડે નાનપણથી જ ચિત્રકલામાંહથોટી મેળવીને આગળ વધવા માંડયા હતા. ૧૯૯૯માં ૧૪ વર્ષની ઉંમરે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં સ્કેચ આર્ટીસ્ટ તરીકે કામ કરવાનું શરૃ કર્યું હતું. શકમંદ આરોપીના વર્ણન ઉપરથી આબેહૂબ સ્કેચ તૈયાર કરવા બદલ શરૃઆતમાં એક સ્કેચના ૫૦૦ રૃપિયા મળતા હતા. પછી એક પેન્સિલ સ્કેચના ૧૦ હજાર મળવા માંડયા હતા.
એક ટેક્સી ડ્રાઈવરે કરેલાં વર્ણનના આધારે કોર્ડેએ એક શકમંદ આરોપીનો સ્કેચ તૈયાર કર્યો હતો.
એનઆઇએ (નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી) તરફથી ૨૦૦૮માં એખ સિક્રેટ મિશન હેઠળ કોર્ડેને દિલ્હી લઇ જવામાં આવ્યા હતા અને મહત્વના સાક્ષીઓએ કરેલા વર્ણનને આધારે શકમંદ આરોપીઓના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ચિત્રો આરોપીઓને પકડવામાં ખૂબ જ મદદરૃપ થયા હતા.
સ્કેચ આર્ટીસ્ટ તરીકે નામના અને નાણાં મળવા માંડયા પણ તેની સાથે ગુનેગારો તરફથી ધમકીઓ મળવા માંડી હતી. આખરે પોતાની અને પરિવારની સલામતી માટે તેમે મુંબઇ છોડી અહમદનગર પાસેના ગામે સ્થાયી થવાનો નિર્ણય લીધો. ત્યાં પહોંચી તેને સ્વપ્નમાં મળેલી પ્રેરણાને લીધે મંદિર બાંધ્યું હતું. અત્યારે આ મંદિરમાં સેવા-પૂજા કરી શાંત જીવન જીવું છું. એમ તેણે જણાવ્યું હતું.








