Get The App

ટુર્નામેન્ટમાં જતા છ શૂટર્સ એરલાઈન્સની બેદરકારીથી ફલાઈટ ચૂકી ગયા

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
ટુર્નામેન્ટમાં  જતા છ શૂટર્સ  એરલાઈન્સની બેદરકારીથી  ફલાઈટ ચૂકી ગયા 1 - image


અકાશા એરના સ્ટાફ દ્વારા ચેકઈનમાં સમય વેડફાઈ ગયો

તરુણ શૂટર્સ ગોવા વેસ્ટ ઝોન ચેમ્પિયિનશિપમાં જઈ રહ્યા હતાઃ એક જ શૂટરને વિમાનમાં એન્ટ્રી મળી પણ રાઈફલ ન પહોંચી

મુંબઇ -  ગોવામાં થનારી શૂટિંગસ્પર્ધામાં ભાગ લેવા જઇ રહેલા છ શૂટર્સ મંગળવારે પુણે એરપોર્ટ પર એરલાઇનની કથિત બેદરકારીને લીધે ફ્લાઇટ ચૂકી ગયા હતા. ૧૮ વર્ષથી ઓછી વય ધરાવતા છ શૂટર્સ મંગળવારે અકાશા એરની  ફ્લાઇટ ક્યુપી ૧૧૪૩માં સાંજના ૫.૩૦ કલાકની ફ્લાઇટમાં ગોવા જવાના હતા. બુધવારે સવારે ગોવામાં યોજાયેલી ૧૨મી વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પ્યિનશીપમાં તેમને જવાનું હતું.

અકાશા એરએ નિવેદનમાં કહ્યું હતું કે તેમના બેગેજમાં વિશેષ શૂટીંગ ઇકવિપમેન્ટ હોવાથી સુરક્ષા પ્રક્રિયામાં વધુ સમય થયો હતો. અકાશા એરએ શૂટર્સને પડેલી અગવડો માટે ખેદ પ્રકટ કર્યો હતો.

છ એથલીટસને બીજી એરલાઇનમાં રવાના કરાયા હતા તેવું સ્ત્રોતોથી જાણવા મળ્યું હતું. મહિનાઓથી પ્રેક્ટિસ કર્યા પછી શૂટર્સને આવો કડવો અનુભવ થયો હતો તે બદલ એરલાઇન્સની ટીકા થઇ રહી છે. 

અકાસા એરની સાંજના ૫.૩૦ કલાકની  ફ્લાઇટ માટે સાતે નિશાનેબાજ પરિવારના સભ્યો સાથે સાથે બપોરે ૨.૩૦થી ૩.૩૦ દરમિયાન એરપોર્ટ પહોંચી ગયા હતા. જો કે સુરક્ષા અધિકારીઓએ તેમના ચેકઇનમાં વિલંબ કર્યો હતો. અને છમાંથી એક યુવતી જ વિમાનમાં પહોંચી શકી હતી અને તે પણ ઇક્વિપમેન્ટ વગર બેઠી હતી.  શૂટિંગ એકેડમીએ  પોતાના વિદ્યાર્થીઓને થયેલા કડવા અનુભવની વિગતો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અકાડેમીની પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે અકાસા એરની સર્વિસ ખૂબ જ નિરાશાજનક હતી. અમારા શૂટર્સ રાઇફલ અને પિસ્તોલના  દસ્તાવેજો સાથે એરપોર્ટ પર વહેલા પહોંચ્યા હતા. સ્ટાફ દ્વારા પ્રક્રિયામાં વિલંબ કરાયો હતો અને શૂટર્સ, કોચ કે તેમના વાલીઓ વિમાનમાં બેસી શક્યા ન હતા. એક એથલીટ વિમાનમાં બેઠી હતી પણ તેની રાયફલ અકાશા સ્ટાફે વિમાનમાં મોકલી ન હતી.

એકેડમીએ કહ્યું હતું કે ''આ બેદરકારીથી  એથ્લીટસમા ભાગ લેવા અને પર્ફોમન્સ પર અસર પડી શકે છે આની જવાબદારી કોણ લેશે.?''


Tags :