આ પ્રકરણે ૫૮ વિડીયોે સામે આવતા ખળભળાટ
મહિલા આઇપીએસ તેજસ્વિની સાતપુતેને તપાસની જવાબદારી સોંપવામાં આવી
મુંબઇ - સતત ત્રણ વર્ષ સુધી એક મહિલા પર બળાત્કાર ગુજારનાર અને ઘણી મહિલાનું શોષણ કર્યું હોવાનો જેના સામે આરોપ છે તેવા બની બેઠેલા સેલિબ્રિટી-હાઇ પ્રોફાઇલ જ્યોતિષી કેપ્ટન ખરાત બળાત્કાર કેસની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની સ્થાપના કરવામાં આવી છે. જેની જવાબદારી ડેશિંગ મહિલા આઇપીએસ અધિકારી તેજસ્વિની સાતપુતેને સોંપવામાં આવી છે. ખરાત હાલ નાસિક ક્રાઇમ બ્રાન્ચના તાબામાં છે. કોર્ટે તેને ૨૪ માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી છે.
જ્યોતિષના નામે ખરાતે અનેક મહિલાઓનું શોષણ કર્યું હોવાનો આરોપ છે. આ પ્રકરણે ૫૮ અલગ-અલગ વિડીયોે સામે આવતા સમગ્ર મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. તેમાં પણ રાજકીય ક્ષેત્ર વધુ હલચલ મચી ગઇ છે. કારણ કે આ પ્રકરણમાં અમૂક રાજકારણીઓની સંડોવણી હોવાનું પણ કહેવામાં આવે છે. આ સિવાય ખરાત સાથે સંબંધ ધરાવતા અન્ય વ્યક્તિઓ પર પણ પોલીસ નજર રાખી રહી છે. આ સમગ્ર પ્રકરણે એસઆઇટી દ્વારા સર્વગ્રાહી તપાસમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવશે તેવું કહેવાય છે. તેથી એસઆઇટી આ પ્રકરણે ગંભીરતાથી તપાસ હાથ ધરે તેવી માગણી કરવામાં આવી રહી છે.
આ પ્રકરણે નાસિક શહેરના સરકારવાડા, નાસિક ગ્રામિણના વાવી અને અહિલ્યાનગર જિલ્લાના શિર્ડી પોલીસ મથકમાં સ્વતંત્ર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. શિર્ડીમાં અ¹લીલ વીડિયો વાયરલ કરવાને મામલે એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત વાવી પોલીસ મથકમાં અ¹લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પાંચ કરોડ રૃપિયાની ખંડણીની માંગણી કરવા બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે સરકારવાડા પોલીસ મથકમાં બળાત્કારનો ભોગ બનેલ મહિલાએ બળાત્કાર અને શોષણ બાબતે ખરાત સામે ફરિયાદ નોંધાવી છે.
ખરાત પ્રકરણે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવતા મહારાષ્ટ્ર પોલીસ મુખ્યાલયમાંથી ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપવામાં આવ્યા છે. આ માટે સીટની રચના કર્યા બાદ આ કેસ સંબંધિત તમામ કાગળીયાઓ, કેસલ ડાયરી તાત્કાલિક એસઆઇટીને સોંપવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એસઆઇટીની તપાસનો અહેવાલ સમયાંતરે રજૂ કરવાનું પણ જણાવાયું છે. આ તપાસમાં 'કેપ્ટન' અશોક ખરાત પ્રકરણમાં આંચકાદાયક ખુલાસાઓ સામે આવવાની શક્યતા વર્ણવવામાં આવી રહી છે.
અશોક ખરાતની ધરપકડ માટે 'સ્માર્ટ' પ્લાન
પોલીસે ઘરમાં ચોર ઘુસ્યા હોવાનું નાટક રચીને પકડી લીધો
બળાત્કારી અશોક ખરાતની ધરપકડ માટે નાસિક ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક 'સ્માર્ટ' પ્લાન બનાવ્યો હતો જેની ચર્ચા ચારે તરફ થઇ રહી છે. પોલીસે ખરાતના ઘરમાં ચોર ઘુસી ગયા હોવાની નાટક રચી ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો અને ખરાત નજરે પડતા તેને પકડી પાડયો હતો. આ સમગ્ર કાર્યવાહી અત્યંત આયોજનપૂર્વક અને ગુપ્ત રીતે પાર પાડવામાં આવી હતી.
આ બાબતે પ્રાપ્ત વધુ વિગતાનુસાર ખરાત સામે બળાત્કારની ફરિયાદ થયા બાદ ખરાતના રાજકારણીઓ સાથેના કનેકશન જોઇ પોલીસે તેને પકડવા યુક્તિ અજમાવી હતી. ચોરને પકડવા પોલીસ ઠેર-ઠેર ઝડતી લઇ રહી હોવાનું જણાવી પોલીસની ટીમે ખરાતના ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો ત્યાર બાદ ખરાતના ઘરના વિવિધ રૃમોની ઝડતી લેવાની શરૃ કરી હતી. આ દરમિયાન ઘરમાં હાજર ખરાત પોલીસના નજરે પડતા પોલીસે તાત્કાલિક તેને ઘેરી લીધો હતો અને તેને પકડી પોલીસ ટીમ તરત જ ઘટનાસ્થળેથી રવાના થઇ ગઇ હતી. પોલીસનું પ્લાનિંગ એવું ફૂલપ્રુફ હતું કે આરોપીને ભાગી છૂટવાની કોઇ તક મળી જ નહોતી.
ફાર્મ હાઉસ પર પોલીસના છાપામા ં વાંધાજનક વસ્તુઓ મળી આવી
અશોક ખરાતની તેના ઘરે ધરપકડ કર્યા બાદ નાસિક ક્રાઇમબ્રાંચે ખરાતના મિરગાવ ફાર્મ-હાઉસમાં છાપા માર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસને ઘણી વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી. પોલીસે ફાર્મહાઉસમાંથી અનેક મહત્ત્વના કાગળિયા અને દસ્તાવેજો જપ્ત કર્યા હતા જેમાં માલમત્ત સંબંધિત દસ્તાવેજોનો પણ સમાવેશ થતો હતો. આ ઉપરાંત પોલીસે એક પિસ્તોલ, ત્રણ વાપરેલી કારતૂસ અને ૧૬થી ૧૭ જીવંત કારતૂસ જપ્ત કરી હતી. આ સિવાય પોલીસે સાડાછ લાખ રૃપિયાની રોકડ રકમ પણ જપ્ત કરી હતી. આ તપાસ દરમિયાન ખરાત પાસે કરોડો રૃપિયાની માલમત્તા હોવાનું સ્પષ્ટ થયું હતું અને વિદેશમાં પણ ખરાતે મોટું રોકાણ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.


