Mumbai

નીરવ મોદીના લોન કૌભાંડમાં બહેન પૂર્વી અને બનેવી મયંક પણ લાભાર્થી - સીબીઆઈ

By GS TEAM
9 Aug 20252 mins read
નીરવ મોદીના લોન કૌભાંડમાં બહેન પૂર્વી અને બનેવી મયંક પણ લાભાર્થી - સીબીઆઈ

નીરવ મોદીની બહેન પૂર્વી તથા બનેવી  મયંક સામે પૂરક ચાર્જશીટ

બોગસ એલઓયુમાંથી મળેલી રકમ મયંક મહેતા અને પૂર્વી મહેતાના ખાતામાં ટ્રાન્સફર કરાઈ હતી

મુંબઇ -  ભાગેડુ  ડાયમન્ડ બિઝનેસમેન નીરવ મોદીના બનેવી મયંક મહેતા લોન-કૌભાંડની રકમના એક લાભાર્થી હતા. તેમણે પીએનબી લોન ફ્રોડ કેસમાંના કાવતરામાં સક્રિય  ભૂમિકા ભજવી હતી તેવો આક્ષેપ સીબીઆઇએ તાજેતરમાં કર્યો છે.

મયંક મહેતા અને તેમના પત્ની પૂર્વી મોદી સામે રજૂ કરાયેલી પૂરક ચાર્જશીટમાં સીબીઆઇએ આક્ષેપો કર્યા છે. સીબીઆઇએ કહ્યું કે બોગસ એલઓયુ (લેટર્સ ઓફ અંડરટેકિંગ)માંથી મળેલી રકમમાંથી ૩૦ મિલિયન ડોલરની રકમ (નીરવ અને પૂર્વી)નો બંને ભાઇબહેને ઉપયોગ કર્યો હતો. મહેતાની મદદથી બંને ભાઇબહેને રાધાશ્રી જ્વેલર્સમાંથી મેળવેલી ક્રેડિટ ફેસિલિટી દ્વારા ઉપયોગ કર્યો હતો.

'પૂર્વી'ના ખાતામાં ૩૧ મિલિયન ડોલર ટ્રાન્સફર કરાયા હતા. આ કૌભાંડ આગળ વધારવામાં મહેતા એ સક્રિય ભૂમિકા ભજવી હતી.  નીરવના પિતા દીપક મોદીએ ૨૨મી માર્ચ ૨૦૧૨મીએ મેહતાને ૮.૯ મિલિયન ડોલર તેમની શેલ કંપનીઓ  દ્વારા ટ્રાન્સફર કર્યા હતા.

ડાયમન્ડસ આરયુ, સોલર એક્સપોટર્સ અને સ્ટેલર ડાયમન્ડસ એમ નીરવ મોદીની ત્રણ કંપની વતી બોગસ એલઓયુ દ્વારા મેળવેલા નાણામાંથી કેટલીક રકમ પીએનબીથી પેસિફિક ડાયમન્ડસ એફઝેડઇ કંપની (યુએઇમાની શેલ કંપની)માં ટ્રાન્સફર કરાયા હતા. આ કંપનીનું સંચાલન પણ નીરવ જ કરતા હતા.

બર્કલેઝ બેન્ક (સીંગાપોર)માં મહેતાનું સેવિંગ્સ એકાઉન્ટ હતું. તેમાં દુબઈ સ્થિત પેસિફિક ડાયમન્ડ્સ કંપનીમાંથી ૩૦ મિલિયન ડોલર ટ્રાન્સફર કરાયા હતા. તેવું તપાસથી જાણવા મળ્યું છે. મુંબઈની રત્નાકર બેન્કના પોતાના ખાતામાં લોનટ્રાન્સફર કરાયી હતી.

જ્યારે મુદત રકમ પાકી હતી. ત્યારે સેન્ડીકેટ બેન્કમાં ૨૦ મિલિયન ડોલરથી વધુ અને રત્નાકર બેન્કમાં ૧૧ મિલિયન ડોલરથી વધુ હતી અને તે બધી રકમ પૂર્વીના સિન્ડિકેટ બેન્કના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

સીબીઆઈની સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં હોંગકોંગ સ્થિત આદિત્ય નાણાંવટીના નામનો પણ ઉલ્લેખ થયો હતો. કેસ નોંધાયા પછી ફરાર થયા હતા અને તેમની સામે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. તેમની સામે જુલાઈ મહિનામાં કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ જાહેર કર્યું હતું.