ચાંદની સહિતની ફિલ્મોના સિંગર બાબલા મહેતાનું મુંબઇમાં અવસાન
વોઇસ ઓફ મુકેશની જન્મ- જયંતીના દિને વિદાય
સડક અને દિલ હૈ કિ માનતા નહિ જેવી ફિલ્મો માટે પણ ગીત ગાયાં હતાં
મુંબઇ - 'ચાંદની' ફિલ્મના સુપરહિટ ગીત 'તેરે મેરે હોઠોં પે મીઠે મીઠે ગીત મિતવા...થી પાર્શ્વગાયક ક્ષેત્રે પદાર્પણ કરનારા પ્લેબેક સિંગર બાબલા મેહતાનું મુંબઈઈમાં અવસાન થયું હતું.
ગત મંગળવારે સાંજે ગોરેગામ સ્થિત નિવાસસ્થાને એકલા જ રહેતા બાબલા મહેતાના નિધનની જાણ પાડોશીઓને થઇ હતી. દિલ્હીમા ં જન્મેલા બાબલા મહેતાનો કંઠ પાર્શ્વગાયક મુકેશને મળતો હોવાથી કારકિર્દીની શરૃઆતમાં તેમને ગોલ્ડન વોઇસ ઓફ મુકેશ તરીકે ઓળખવામાં આવતા હતા. યોગાનુયોગ પાર્શ્વગાયક મુકેશની ૧૦૨ની જયંતીને દિવસે જ તેમણે દુનિયાથી વિદાય લીધી હતી.
બાબલા મેહતાએ કવર વર્જનના સ્વરૃપમાં મુકેશના ૨૫૦ ગીતો રેકોર્ડ કરાવ્યા હતા. ઉપરાંત મુકેશને સમર્પિત ૧૦ સોલો આલ્બમ અને ૬ ડયુએટ આલ્બમ રેકોર્ડ કરાવ્યા હતા. તેમણે સડક અને દિલ હૈ કી માનતા નહીં ફિલ્મમાં પણ પ્લેબેક આપ્યું હતું. ઉપરાંત સુંદરકાંડ, રામચરિત માનસ અને ભજનોના આલ્બમોમાં સ્વર આપ્યો હતો.