Mumbai

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને ત્યાં પુત્રીનો જન્મ

By GS TEAM
16 Jul 20251 min read
સિદ્ધાર્થ  મલ્હોત્રા અને કિયારા અડવાણીને ત્યાં પુત્રીનો જન્મ

દીપિકા, આલિયા પછી કિયારાને પણ દીકરી

ચાહકો સિયારા અને સિદ્ધિકા  અને સિતારા જેવા નામો પણ સૂચવવા લાગ્યાં

મુંબઈ -  સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને ત્યાં  દીકરીનો જન્મ થયો છે. કિયારાએ મંગળવારે સાઉથ મુંબઈની એક હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. તેને નોર્મલ ડિલિવરી થઈ હતી. બુધવારે સિદ્ધાર્થ અને કિયારાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકો સાથે આ ખુશ ખબર શેર કર્યા હતા. 

બોલીવૂડમાં દીપિકા, આલિાય ભટ્ટ, રિચા ચઢ્ઢા, બિપાશા  બસુ સહિતની અનેક હિરોઈનોને ત્યાં પુત્રી જન્મ જ થયો હોવાની નોંધ ચાહકોએ લીધી છે. 'સ્ટુડન્ટ ઓફ ધી યર'ના ત્રણેય કલાકારો આલિયા, સિદ્ધાર્થ અને વરુણને ત્યાં દીકરી આવી છે તેવી નોંધ પણ સંખ્યાબંધ  ચાહકોએ લીધી હતી. 

અસંખ્ય બોલીવૂડ સેલિબ્રિટીઓએ કપલને માતા પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. બીજી તરફ બંનેના ચાહકો પણ રાજીના રેડ થઈ ગયા હતા. કેટલાય ચાહકોએ તો તેમની દીકરી માટે સિયારા, સિતારા અને  સિદ્ધિકા ેજેવાં નામો પણ સૂચવ્યાં હતાં. 

 ગત ફેબુ્રઆરીમાં જ કિયારાએ તેની પ્રેગનન્સીની જાહેરાત કરી હતી. પ્રેગનન્સીના કારણે જ તેણે 'ડોન થ્રી' ફિલ્મ છોડી દીધી હોવાનું કહેવાય છે.