Get The App

સિડકના પાપે નવી મુંબઈ, પનવેલના લાખો લોકોને પાણીનાં વલખાં

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
સિડકના પાપે નવી મુંબઈ, પનવેલના લાખો લોકોને પાણીનાં વલખાં 1 - image

વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ જ સિડકો પર તડાપીટ બોલાવી

સિડકો જળાશયની સંગ્રહક્ષમતા, લાઈનોની વહનક્ષમતાના ખોટા ડેટા આપે છેઃ નાગરિકો ગજવાં  ખાલી કરી ટેન્કરો મગાવવા મજબૂર

મુંબઈ  -  નવી મુંબઈમાં સિડકો દ્વારા પાણી પુરવઠામાં ધાંધિયા મુદ્દે આજે વિધાનસભામાં ધમાલ મચી હતી. શાસક ભાજપના ધારાસભ્યોએ જ સિડકો પર પ્રહારો કરી તેનાં પાપે નાગરિકો પાણીની અછત ભોગવી રહ્યા હોવાના આરોપો  મૂક્યા હતા. 

ભાજપના ધારાસભ્ય પ્રશાંત ઠાકુરે આ મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે સિડકોના ગેરવહીવટના પાપે નવી મુંબઈ, પનવેલ તથા ઉરણના લાખો લોકો પાણીની અછત ભોગવે છે. થાણેમાં જેમ પાણી માટે સ્ટેમ ઓથોરિટી છે તેવી જ ઓથોરિટી પનવેલ માટે પણ રચાવી  જોઈએ. 

તેમણે કહ્યુુ ંહતું કે સિડકો પાણી પુરવઠાના ખોટા આંકડા ટાંકે છે. વાસ્તવમાં સેંકડો સોસાયટીઓ પાણીના ટેન્કરો મગાવે  છે અને તેના કારણે લાખો લોકો વર્ષે કરોડો રુપિયા પાણી માટે ખર્ચે છે. 

તેમણે કહ્યુું હતું કે જળાશયમાં પાણી સંગ્રહ, પાણીની પાઈપલાઈનના વહન ક્ષમતા સહિતની બાબતોએ સિડકો  જુઠ્ઠાણાં આચરે છે. સિડકો, મ્યુનિસિપલ કોર્પોરેશનો તથા   સ્થાનિક પંચાયતો વચ્ચે પાણીનાં વિતરણ બાબતે કોઈ સંકલન જ નથી. આ માટે રાજ્ય સ્તરીય ઓથોરિટી રચાવી  જોઈએ. 

ભાજપના જ  મહેશ બાલ્ડીએ  આ આરોપોને સમર્થન  આપતાં કહ્યું હતું કે ઓટોમેશન પ્રોજેક્ટ્સમાં વિલંબ અને જળાશયોના પાણી પુરવઠાનાં નબળાં સંચાલનથી કટોકટી વકરી છે. 

નગર વિકાસ રાજ્યમંત્રી માધુરી મિસાલે સિડકોના પગલાંનો બચાવ કરતા કહ્યું કે નવી મુંબઈ જળાશયોમાંથી વધારાના પાણીનો ઉપયોગ જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ ની પાઇપલાઇન ફાળવણીને રીડાયરેક્ટ કરવા જેવા ટૂંકા ગાળાના પગલાં લેવાઈ રહ્યાં છે. 

તેમણે ખાતરી આપી હતી કે પાણી પુરવઠા  સિસ્ટમ્સનાં સંંપૂર્ણ ઓટોમેશન માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જે ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.