સિદ્ધિવિનાયક ગણપતિને 35 કિલો સોનાનું છત્ર ચડાવાયું
- પાટનગર નવી દિલ્હીના અનામી ભક્તે મોકલાવ્યું
- મહારાષ્ટ્રના સૌથી શ્રીમંત મંદિરોમાંનું એક છે
મુંબઇ તા.21 જાન્યુઆરી 2020, મંગળવાર
મુંબઇના પ્રભાદેવી વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરને 35 કિલો સોનાની ભેટ મળી હતી.
ગણપતિના મસ્તક પર છત્ર રૂપે આ સોનું દાનમાં આપવામાં આવ્યું હતું. પાટનગર નવી દિલ્હીના એક અનામી ભક્તે પોતાનું નામ નહીં આપવાની શરતે આ છત્ર મોકલાવ્યું હતું.
આ ગણપતિ મંદિરના ગણપતિને હજારો શ્રદ્ધાળુઓ માને છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના કુટુંબીજનો જેવા કેટલાક શ્રદ્ધાળુઓ તો પોતાના નિવાસસ્થાનેથી પગપાળા ચાલીને આ મંદિરના દર્શને આવે છે.
મહારાષ્ટ્રના સૌથી શ્રીમંત મંદિરોમાં આ મંદિરની પણ ગણના થાય છે. દિલ્હીના ભક્તે 35 કિલો સોને મઢેલું છત્ર દાનમાં આપ્યું હતું. આ છત્રની કિંમત 14 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આ છત્રને મંદિરની છત પર લગાડવાની એના સંચાલકોની યોજના છે.
મંદિરના સંચાલકોએ આ ભક્તની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.
Maharashtra: A devotee from Delhi has donated gold plating weighing around 35 kg, worth around Rs 14 crores to Mumbai's Shri Siddhivinayak Temple. pic.twitter.com/2eavuvJjmk
— ANI (@ANI) January 21, 2020