હત્યા બાદ સિયાની દંભી પોસ્ટ, મારા જન્મદિવસે તું મને છોડીને ચાલી ગયો

બિઝનેસમેન કેતનની હત્યાના આરોપસર પોલીસે સિયાની ધરપકડ કર્યા બાદ ભારે ખળભળાટ મચી ગયો છે. હવે સોશિયલ મીડિયા પર તેની એક જૂની પોસ્ટ વાયરલ થઈ રહી છે. સિયાનો જન્મદિવસ ૧૯ જૂને હતો. તેના એક દિવસ પહેલા ૧૮ જૂને કેતનનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ જન્મદિવસ પર સિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેતન સાથેના કેટલાક ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા અને તેના નિધન પર શોક વ્યક્ત કરતી પોસ્ટ પણ લખી હતી. મારા જન્મદિવસે તું મને છોડીને ચાલી ગયો... મને હજુ પણ સમજાતું નથી કે જ્યારે આપણે લગ્નની ખૂબ નજીક હતા ત્યારે તું મને કેમ છોડીને ચાલી ગયો. મારા ઘણા સપના હતા, ઘણા બધા પ્રશ્નો હતા જેના જવાબ મને ક્યારેય મળશે નહીં. જ્યારે હું તને આટલો પ્રેમ કરતી હતી ત્યારે તું મને કેમ છોડી ગયો? એમ સિયાએ પોસ્ટમાં લખ્યું હતું...
સિયાના
ઈરાદાઓથી અજાણ કેતનના પરિવારે વ્હાલસોયા પુત્રના ઉમંગભેર લગ્ન માટે ભરપૂર તૈયારીઓ
શરુ કરી હતી. રાજસ્થાનના શાહી પેલેસમાં ડેસ્ટિનેશન વેડિંગ નક્કી થયાં હતાં. આ માટે
પેલેસમાં ૪૦ રુમ બૂક કરાયા હતા. મહેમાનોને
રાજસ્થાન લઈ જવા માટે ચાર્ટર્ડ ફલાઈટ્સ બૂક કરાઈ હતી. વિશાલના પરિવારનો
રિયલ એસ્ટેટનો વ્યવસાય હોવાથી તેમણે ખર્ચો કરવામાં કોઈ કસર નહીં કરવાનું નક્કી
કર્યું હતું. સામે પક્ષે સિયાના પિતા પણ
મસાલાના અગ્રણી બિઝનેસમેન હોવાથી બંને પક્ષે ભારે ઠાઠમાઠ સાથે લગ્ન થવાનાં હતાં.
કેતનના
પરિવારનું કલ્પાંત ઃ લગ્નની ના પાડી દેવી હતી, જીવ કેમ લીધો
કેતનના
પિતા વિશાલ અગ્રવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં કહ્યું હતું કે સિયા પ્રવીણ ગોયલને
પહેલેથી જ અન્ય યુવક સાથે અનૈતિક સંબંધ હતો. તેણે મારા પુત્ર કેતન સાથે સગાઈ કરી
હતી પરંતુ સિયાનો આખો પરિવાર તેનાં અફેર તથા તેનાં ચારિત્ર્ય વિશે વાકેફ હતા. છતાં તેમણે જાણી જોઈને સત્ય છુપાવ્યું અને અમને છેતર્યા
હતા.અમે પીડિત માતા-પિતા હૃદયથી શ્રાપ આપી
ન્યાય માટે પોકાર કરી રહ્યા છીએ. છોકરીએ અગાઉ કેતનનો જીવ લેવાનો નિષ્ફળ પ્રયાસ
કર્યો હતો.અંતે ૧૮મી તારીખે તેણે તેના મિત્રની મદદથી મારા પુત્રનો ક્રતાથી જીવ લઈ લીધો હતો.
સમાજને અમારો એક જ પ્રશ્ન છે જો તે
છોકરીનું વર્તન આવું હતું તો સંબંધ સરળતાથી તોડી શકી હોત, અમારા માસૂમ પુત્રનો
જીવ લેવાની શું જરૃર હતી? આ
નુકસાનની ભરપાઈ કોણ કરશે? એમ તેમણે જણાવ્યુું હતું.
પ્રિ વેડિંગ શૂટ માટે બાલી ન જવું પડે તે માટે
સિયાએ પાસપોર્ટ ગાયબ કરી દીધો
કેતન અને સિયા જૂનના પહેલા અઠવાડિયામાં
પ્રી-વેડિંગ શૂટ માટે બાલી (ઇન્ડોનેશિયા) જવાના હતા. તેઓ પુણેથી મુંબઈ એરપોર્ટ
માટે રવાના થયા હતા. જોકે એરપોર્ટ પહોંચતા
જ કેતનનો પાસપોર્ટ ગુમ થઈ ગયો અને તેમને ટ્રીપ રદ કરીને પાછા ફરવું પડયું
હતું. તપાસમાં જાણવા મળ્યું કે સિયાએ પોતે જ પાસપોર્ટ ચોરી લીધો હતો અને તેને ક્યાંક
છુપાવી દીધો હતો. જેથી કેતન સાથે બાલી ન
જવું પડે.









