Get The App

દાઉદના ભાણેજની રેવ પાર્ટીઓમાં શ્રદ્ધા, નોરાની હાજરીનો દાવો

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
દાઉદના ભાણેજની રેવ પાર્ટીઓમાં શ્રદ્ધા, નોરાની હાજરીનો દાવો 1 - image

એમડી કાર્ટેલના આરોપીનો દાવો, જોકે, પોલીસ  સત્યતા ચકાસશે

250 કરોડના એમડી ડ્રગ કેસમાં દાઉદ ગેંગ સાથે સંકળાયેલા મોહમ્મદ શેખે પોલીસ પૂછપરછમાં દાવો  કર્યો મુંબઇ  -  250 કરોડના એમડી ડ્રગ કેસમાં આરોપી મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહેલ શેખે પોલીસ સમક્ષ એવો દાવો  કર્યો હોવાનું કહેવાય છે કે દાઉદના ભાણેજ અલીશાહની હાજરીમાં થતી રેવ પાર્ટીઓમાં શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી, શ્રદ્ધાનો ભાઈ સિદ્ધાર્થ કપૂર, સોશિયલાઈટ ઓરી, ભૂતપૂર્વ ધારાસભ્ય ઝિશાન સિદ્દિકી, ફિલ્મ સર્જકો અબ્બાસ મસ્તાન તથા રેપર લોકો સહિતની હસ્તીઓ હાજર રહી હતી. જોકે, પોલીસ આ દાવાની સત્યતા ચકાસી રહી છે. આરોપીએ જેમનાં નામ ઉચ્ચાર્યાં છે તેમની સાથે પોલીસ ક્રોસ વેરિફિકેશન કરે તેવી સંભાવના છે.  ૨૫૦

ડી-ગેંગના  કથિત ડ્રગ કિંગપીન સલીમ ડોલાના  જમણા હાથ મોહમ્મદ સલીમ શેખે પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલ સમક્ષ પૂછપરછમાં દાવો કર્યો હતો કે  તેણે સલીમ ડોલા અને ડી-ગેંગના ઓપરેટિવ્સના નિર્દેશ પર ભારત અને દુબઇમાં ઘણાં  હાઇપ્રોફાઇલ રેવપાર્ટીઓનું આયોજન કર્યું હતું. શેખે ખુલાસો કર્યો હતો કે બોલિવૂડથી અનેક જાણીતી હસ્તીઓએ આ પાર્ટીઓમાં હાજરી આપી હતી તે આ પાર્ટીઓમાં હાજર સેલિબ્રિટીઓ અને મહેમાનોને  વ્યક્તિગત રીતે ડ્રગ્સ સપ્લાય કરતો હતો.જોકે, શેખના દાવામાં કેટલું તથ્ય છે તે અંગે પોલીસ વધુ ચકાસણી કરી રહી છે. 

શેખને તેના ડ્રગ કાર્ટેલમાં લેવિશ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે તે મોંઘા કપડા, કાર અને ઘડિયાળો સાથે ભવ્ય જીવન શૈલી જીવે છે. તે આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો મેમ્બર છે અને વિદેશથી ડ્રગ રેકેટ ચલાવતો હતો. 

શેખ વિરૃદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી તેને દુબઇમાં લો એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા પકડવામાં આવ્યો હતો ત્યાર બાદ મુંબઇ પોલીસે સોપવામાં આવ્યો હતો.

શેખ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત મધ્યપ્રદેશ, તેલંગાણા સહિત દેશભરમાં ડ્રગ ગેંગ દ્વારા દેશભરમાં ડ્રગ ગેંગ દ્વારા સ્થાપિત મેફેડ્રોન બનાવવાની ફેકટરીઓના સંચાલનમાં સામેલ હતો.

દુબઇમાં બેસીને તે કાચા માલની ખરીદી મેફેડ્રોનના ઉત્પાદન અને વેચાણમાં સંડોવાયેલો હતો. આ વર્ષની શરૃઆતમાં ડ્રગ કિંગપીન સલીમ ડોલાના પુત્ર તાહિર સલીમ ડોલા અને મુસ્તફા મોહમ્મદ કુબ્બવાલાને પોલીસે પકડયા હતા. આ  કેસમાં સલીમ ડોલા પણ વોન્ટેડ છે. તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આપી છે.

મૂળ દક્ષિણમ મુંબઇના ડોંગરીના શેખ ગત ત્રણ વર્ષથી દુબઇમાં રહેતા હતો. શરૃઆતના દિવસોમાં તે સલીમ ડોલા સાથે કેટરિંગનો વ્યવસાય ચલાવતો હતો તે ઓગસ્ટ ૨૦૨૩માં દેશ છોડી ભાગી ગયો હતો.

શેખનું નામ મધ્ય પ્રદેશમાં ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા નોંધાયેલા ડ્રગ્સ કેસમાં પણ સામે આવ્યું હતું.

કુર્લા (પશ્ચિમ)માં મેફેડ્રોન સામે પકડાયેલ મહિલાની પૂછપરછ બાદ રૃા.૨૫૨ કરોડના ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો હતો.