સૌરવ-ડોનાની સ્કૂલ લવ સ્ટોરી દર્શાવાશે
સૌરવનાં ઘરની બહાર ૯૦ના દાયકાનો માહોલ
રચવામાં આવ્યો
મુંબઇ
- ભારતના ક્રિકેટ ટીમના
ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિકનું શૂટિંગ કોલકત્તામાં શરૃ થઇ ગયું
છે. તેના જુના ઘરની આસપાસના દ્રશ્યોને
ફિલ્માવવામાં આવ્યા હતા.ં આ સમયે મોટી
સંખ્યામાં લોકો શૂટિંગ જોવા આવ્યા હતા.
હાલ તો તેના શાળાના દિવસોનું
શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. સૌરવ ગાંગુલી અને પત્ની ડોના સ્કૂલ સમયે પ્રેમમાં
પડયાં હતાં. તે દ્રશ્યોનું શૂટિંગ કરાયું હતું.
ઘરની બહાર ૯૦ના દાયકાનું વાતાવરણ સર્જવા તે સમયની શાકની લારીઓ, ચાની
દુકાન વગેરે રચવામાં આવ્યાં હતાં.
વિક્રમાદિત્ય મોટવાને આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. સૌરવનું પાત્ર
રાજકુમાર રાવ ભજવવાનો છે.


