Get The App

શ્લોકા અંબાણીનો 451 કરોડનો નેકલેસ બજારમાં અપ્રાપ્ય

Updated: Jun 9th, 2023

GS TEAM


Google News
Google News
શ્લોકા અંબાણીનો 451 કરોડનો નેકલેસ બજારમાં અપ્રાપ્ય 1 - image


- લગ્ન વખતે સાસુ-સસરા તરફથી ગિર્ફ્ટ  મળ્યો હતો

- મૂળ નેકલેસનો રંગ વધુ ઘેરો તથા ચમકદાર બનાવવા કાપ મૂકાતાં વજન 100 કેરેટ ઘટી ગયું

મુંબઈ : મુકેશ અંબાણી તથા નીતા અંબાણીએ તેમની પૂત્રવધૂ શ્લોકા અંબાણીને લગ્ન વખતે ૪૫૧ કરોડનો ડાયમંડ નેકલેસ ગિફ્ટમાં આપ્યો હતો. તે વખતે આ નેકલેસ વિશ્વનો સૌથી મોંઘો નેકલેસ હોવાનું જણાવાયું હતું. આ નેકલેસ હાલ બજારમાં અપ્રાપ્ય છે. તેને વધુ ઘેરા રંગનો અને ચળકદાર બનાવવા કાપ મૂકાતાં તેનું વજન ૧૦૦ કેરેટ ઘટી ગયું છે.  ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ તથા શ્લોકાનાં લગ્ન માર્ચ ૨૦૧૯માં થયાં હતાં. તે વખતે મુકેશ અંબાણી તથા નીતા અંબાણીએ શ્લોકાને આ નેકલેસ ગિફ્ટમાં આપ્યો હતો. તેમાં ૯૧ હીરા જડેલા છે. ગયાં વર્ષે આ નેકલેસ આંતરરાષ્ટ્રીય લીલામ કંપની સોધબી દ્વારા લીલામમાં મૂકાયો હતો.  લેબેનીઝ જવેલરી ડિઝાઈનર મૌવાડ દ્વારા આ નેકલેસ બનાવાયો હતો. તે વખતે આ નેકલેસ ૪૦૭.૪૮ કેરેટના  લી ઈનકમ્પેરેબલ નામના ં યલો ડાયમંડનો બનેલો હતો અને તેમાં બીજા ૯૧ વ્હાઈટ ડાયમન્ડ પરોવાયેલા હતા. આ વ્હાઈટ ડાયમન્ડ અલગ અલગ શેપમાં કાપવામાં આવ્યા હતા. તે આશરે ૨૦૦ કેરેટના હતા. 

જોકે, ૨૦૨૨માં તેને સોધબીમાં લીલામમાં મૂકાયો ત્યારે જ આ નેકલેસમાં અનેક પરિવર્તન જોવાં મળ્યાં હતાં. તેનો રંગ વધારે ઘેરો બનાવવા તથા તેને વધુ ચમકદાર બનાવવા માટે ફરીથી કાપકૂપ કરી તેનું વજન ૧૦૪. ૩૮ કેરેટ ઘટાડવામાં આવ્યું હતું. તે પછી આ નેકલેસ નો યલો ડાયમંડ ૩૦૩.૧૦ કેરેટનો જ રહ્યો હોવાનું મનાય છે. હવેના અહેવાલો અનુસાર આ નેકલેસ હાલ બજારમાં અપ્રાપ્ય બની ગયો છે.  ઉલ્લેખનીય છે કે શ્લોકાએ ગઈ, તા. ૩૧મી મેએ જ બીજી દીકરીને જન્મ આપ્યો છે. તેમનાં પહેલાં સંતાનનું નામ પૃથ્વી છે.

Tags :