Mumbai

શિવસેના યુબીટીના નેતા સહિત બે 25 લાખની ખંડણી લેતાં ઝડપાયા

By GS TEAM
18 Nov 20251 min read
શિવસેના  યુબીટીના નેતા સહિત બે 25 લાખની ખંડણી લેતાં ઝડપાયા

ભાયંદરમાં સેકન્ડરી રજિસ્ટ્રાને ધમકી આપી હતી

 રેસ્ટોરામાં છટકું ગોઠવાયું -ત્રીજો સાગરિત પત્રકાર  ફરાર થઈ ગયો

મુંબઈ -  જોઈન્ટ સેકન્ડરી રજિસ્ટ્રાને બદનામ કરવાની ધમકી આપી પચ્ચીસ લાખની ખંડણી લેતા શિવસેના યુબીટીના ડિસ્ટ્રિક્ટ કો ઓર્ડિનેટર મનોજ મયેકર તથા તેમના સાથી અજય ધોકાની ધરપકડ કરાઈ હતી. 

 બંને આરોપીને  કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ૪ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

સેકન્ડરી રજિસ્ટ્રારની ફરિયાદ અનુસાર આરોપીઓ અજય ધોકા, મનોજ મયેકર, કિરણ માંજરેકરે તેમને  તેમની વિરુદ્ધ બદનક્ષીભરી ફરિયાદો નોંધાવવાની અને તેમના દૈનિક અખબાર, ન્યૂઝ ચેનલ, યુટયુબ ચેનલ પર ખોટી માહિતી ફેલાવવાની અને તેમને સેવામાંથી સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. તેમણે પચ્ચીસ લાખની ખંડણી માગી હતી.  ખંડણી વિરોધી ટુકડીએ ભાયંદરથી અજય પોપટલાલ ધોકા (ઉંમર ૪૬ વર્ષ) અને સહ-આરોપી મનોજ વિજય મયેકર (ઉંમર ૫૨ વર્ષ) ની ધરપકડ કરી  હતી. પોલીસે  બે  પંચની સામે કલવા, થાણેના પારસિક નગર સ્થિત એક રેસ્ટોરન્ટમાં છટકું ગોઠવ્યું હતું અને ફરિયાદી પાસેથી  પચ્ચીસ લાખ રૃપિયાની ખંડણી સ્વીકારી હતી. જ્યારે ત્રીજો આરોપી, કહેવાતો પત્રકાર અને સામાજિક કાર્યકર કિરણ માંજરેકર ફરાર થઈ ગયો છે.

 ઉપરોક્ત કાર્યવાહી નાયબ પોલીસ કમિશનર અમરસિંહ જાધવ, એડિશનલ પોલીસ કમિશનર વિનય ઘોરપડેના માર્ગદર્શન હેઠળ ખંડણી વિરોધી ટુકડીના વરિ પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેષ સાળવી દ્વારા કરવામાં આવી હતી.