Get The App

પર્સનાલિટી પ્રોટેક્શન રાઈટ્સ માટે શિલ્પા શેટ્ટીની હાઈકોર્ટમાં અરજી

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
પર્સનાલિટી પ્રોટેક્શન રાઈટ્સ માટે શિલ્પા શેટ્ટીની હાઈકોર્ટમાં અરજી 1 - image

મહેનતથી કમાયેલી પ્રતિષ્ઠા પર હુમલાથી રક્ષણ

પોતાની તસવીરોના અનધિકૃત ઉપયોગ સામે વ્યક્તિત્વ સુરક્ષાની માંગ કરી 

મુંબઈ -  સેલિબ્રીટીઓ અને જાહેર હસ્તીઓ દ્વારા વ્યક્તિત્વ સુરક્ષાની માગણીમાં વધારો થઈ રહ્યો છે. નાણાકીય નુકસાન ઉપરાંત, તેમની પ્રતિષ્ઠા પણ હંમેશા દાવ પર લાગવાનું જોખમ રહેલું છે.  તેને ધ્યાનમાં રાખીને હવે અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાએ પણ આ જ પગલું ભર્યું છે.

 માહિતી મુજબ ૨૦૦૭ માં આંતરરાષ્ટ્રીય શો બિગ બ્રધર જીતવા ઉપરાંત, ભારતમાં લાંબી કારકિર્દીનો આનંદ માણનાર આ અભિનેત્રીએ બોમ્બે હાઈકોર્ટમાં પોતાના વ્યક્તિત્વ સુરક્ષા અધિકારો માટે દાવો દાખલ કર્યોે છે. આ દાવામાં ઘણી વેબસાઇટ્સનું નામ છે, જેણે વિવિધ વસ્તુઓના પ્રચાર માટે ગેરકાયદે તેના ચિત્રોનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, તેના મોર્ફ કરેલા ચિત્રો અને વિડિઓઝ પણ તપાસ હેઠળ આવ્યા છે. જાણીતા પ્રતિવાદીઓ ૨૭ છે અને અજાણ્યા પ્રતિવાદીઓ જોન ડોમાં આવરી લેવામાં આવ્યા છે. અમને કહેવામાં આવ્યું છે કે આ સેંકડોમાં છે.

 શિલ્પા વતી દાવો દાખલ કરનાર એડવોકેટ ના જણાવ્યા અનુસાર શિલ્પા શેટ્ટીએ દાયકાઓ સુધી કામ કરીને પોતાની પ્રતિષ્ઠા બનાવી છે અને કોઈ પણ સંસ્થા સંમતિ વિના તેમનું નામ કે સમાનતા અપનાવી શકતી નથી. તેમની ઓળખનું અનધિકૃત વ્યાપારી શોષણ તેમના ગૌરવ અને મહેનતથી કમાયેલી પ્રતિષ્ઠા પર સીધો હુમલો છે. કોઈપણ વ્યક્તિ કે પ્લેટફોર્મને ગેરકાયદે  વ્યાપારી લાભ માટે તેમની પ્રતિષ્ઠાનો દુરુપયોગ કરવાનો અધિકાર નથી અને અમે તેમના વ્યક્તિત્વના અધિકારોનો કડક અમલ સુનિશ્ચિત કરીશું. આવા દુરુપયોગને રોકવા અને તેમની ઓળખને વસ્તુ તરીકે ગણવામાં ન આવે તે માટે અમે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે.