શિલ્પા શેટ્ટીએ વિદેશ જવાનું માંડી વાળ્યું, હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચી

હવે પ્રવાસ નક્કી થશે તો ફરીથી મંજૂરી માટે અરજી કરશે
60 કરોડના ફ્રોડ કેસમાં એલઓસી સસ્પેન્ડ કરવાની અરજી પર ૧૭ નવેમ્બરના સુનાવણી
મુંબઈ - 60 કરોડ રૃપિયાની છેતરપિંડીના કેસમાં ફસાયેલી અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ વિદેશ પ્રવાસ જવાની પરવાનગી માગતી અરજી હાઈકોર્ટમાંથી પાછી ખેંચી લીધી છે. પહેલાં અને શિલ્પા અને રાજ કુન્દ્રા બંનેએ દિવાળીની રજાઓમાં કોલંબો જવા અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે તત્કાળ મંજૂરી નહિ આપતાં તેમણે કોલંબો પ્રવાસ માંડી વાળવો પડયો હતો. પછી શિલ્પાએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે તે ફક્ત તેના દીકરા સાથે અમેરિકા જવા માગે છે. પરંતુુ, હાઈકોર્ટે તેમાં પણ તત્કાળ રાહત આપી ન હતી. જોકે, શિલ્પાએ હવે દાવો કર્યો છે કે તેના પ્રવાસનો કોઈ મેળ પડી રહ્યો નથી એટલે તે અરજી પાછી ખેંચી રહી છે.
શેટ્ટીના વકીલે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે અભિનેત્રી પોતાની અરજી પાછી ખેંચી રહી છે. જ્યારે અને જ્યારે તે અને તેના પતિ ભવિષ્યમાં વિદેશની મુસાફરી કરવા માગશે ત્યારે તેઓ કોર્ટ પાસેથી પરવાનગી મેળવવા માટે નવી અરજી દાખલ કરશે. તે હાલની અરજી માટે કોઈ આગ્રહ કરવા માગતી નથી.
બિઝનેસમેન દીપક કોઠારી એ શિલ્પા અને ર ાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ૨૦૧૫ થી ૨૦૨૩ સુધી તેઓએ તેમને તેમની કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડમાં ૬૦ કરોડ રૃપિયાનું રોકાણ કરવા માટે પ્રેરિત કર્યો હતો, પરંતુ તે રકમનો ઉપયોગ તેમના પોતાના અંગત ફાયદા માટે કરવામાં આવ્યો હતો.
આ દંપતીએ ગયા મહિને હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને શહેર પોલીસની આથક ગુના શાખાના આદેશ પર તેમના વિરુદ્ધ જારી કરાયેલ લુક આઉટ સર્ક્યુલર (એલઓસી)ને સ્થગિત કરવાની માંગ કરી હતી.
તેઓએ ઓક્ટોબર અને જાન્યુઆરી ૨૦૨૬ વચ્ચે તેમના વ્યવસાયિક કામકાજ ઉપરાંત વેકેશન માટે ે વિદેશ પ્રવાસની પરવાનગી માંગી હતી.
ગુરુવારે, કોટ શિલ્પાની અરજી પાછી ખેંચવાની અરજી સ્વીકારી હતી. જોકે, એલઓસી સસ્પેન્ડ કરવાની માંગ કરતી દંપતીની અરજીની સુનાવણી ૧૭ નવેમ્બરના રોજ મુલતવી રાખી છે.
અગાઉની સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું હતું કે જ્યારે બંને છેતરપિંડીના કેસમાં આરોપી હોય ત્યારે તમને ફરવા જવા માટે વિદેશ પ્રવાસની મંજૂરી આપી શકે નહીં અને કહ્યું હતું કે જો તેઓ ૬૦ કરોડ રૃપિયા જમા કરાવવા તૈયાર હોય તો જ તે તેમની અરજી પર વિચાર કરશે.








