શિલ્પા શેટ્ટીએ મહિલા પોલીસ સાથે સેલ્ફી લેવાનો ઇન્કાર કર્યો

પરિણામે અભિનેત્રીને સોશયલ મીડિયા પર વખોડી કાઢવામાં આવી
મુંબઇ - શિલ્પા શેટ્ટી અને તેનો પતિ રાજ કુંદ્રાની સમસ્યાઓ અને આરોપો વધતા જ જાય છ.ે હાલમાં જ રાજ કુંદ્રાના ૬૦ કરોડથી વધુ રૃપિયાનું કોભાંડ બહાર આવ્યું છે. તેવામાં અભિનેત્રી શિલ્પાનો અહંકાર હજી પણ શમતો જોવા મળતો નથી. હાલમાં મંગળવારે અભિનેત્રી લાલ બાગચા રાજાના દર્શન કરવા ગઇ હતી તે દરમિયાન મહિલાપોલીસે પાછળથી તેના ખભે હાથ રાખીને સેલ્ફી લેવાની વિનંતી કરી હતી. જેને શિલ્પાએ નકારી કાઢી હતી. તેના બોડીગાર્ડોએ પણ મહિલા પોલીસને મેડમ એમ નહીં કરો કહીને ફોટો લેવાની ના પાડી હતી.
વાયરલ થયેલી ક્લિપમાં શિલ્પા મંદિરમાં દર્શન કરવા આવી હતી, ત્યારે મહિલા પોલીસ ઓફિસરે તેને ખભા પર હાથ રાખીને સેલ્ફી લેવાની વિનંતી કરી હતી. અભિનેત્રીએ પાછળ વળીને, આંગળીથી તસવીર ન લેવાનો ઇશારો કર્યો હતો. તેના બોડીગાર્ડે તરત જ મેડમ યહ મત કરો, કહેતો પણ ક્લિપમાં સાંભળવા મળે છે.
વીડિયો વાયરલ થતાં જ અભિનેત્રીને સોશયલ મીડિયાના યુઝર્સોએ ટ્રોલ કરી હતી. શિલ્પા શેટ્ટી ડાન્સ શોમાં ઇમોશનલ થતી જોવા મળે છે જ્યારે મહિલાપોલીસ સાથે અભિમાન જતાવે છે. તેની બન્ને વર્તણૂકમાંનો તફાવત પર યુઝર્સોએ તેને ટ્રોલ કરી છે. ઘણાએ તો એવો પણ ટીપ્પણી કરી છે કે, રિયલ સ્ટાર્સ તો આર્મી, એરફોર્સ અને નેવીના કહેવાય, આ બધા તો પ્લાસ્ટિક સ્ટાર છે.
અભિનેત્રીએ અને એનો પરિવાર ગણેશ ચતુર્થીનો ઉત્સવ ધામધૂમથી ઉજવે છે. પરંતુ આ વખતે તેણે પારિવારમાં શોક હોવાને કારણે ગણપતિ બાપાને ઘરમાં પધરાવ્યા નથી.








