Mumbai

અમિતાભની પત્ની છે એટલે બર્દાશ્ત કરીએ છીએ, કંગના રનૌતે જયાના વિવાદમાં ઝુકાવ્યુ

By GS TEAM
13 Aug 20252 mins read
અમિતાભની પત્ની છે એટલે બર્દાશ્ત કરીએ છીએ, કંગના રનૌતે જયાના વિવાદમાં ઝુકાવ્યુ

દિલ્હીમાં જયાબચ્ચને સેલ્ફી લેનારાને ધક્કો મારતાં વાતનું વતેસર 

એકટ્રેસ રોઝલિનખાન જયાના બચાવમાં ઇન્સ્ટા પર કૂદી પડી,કંગનાના મૂડ સ્વિંગ તો જયા કરતાં વધારે

સમાજવાદી પક્ષની સાંંસદ અને અભિનેત્રી જયા બચ્ચને દિલ્હીમાં એક કાર્યક્રમ દરમ્યાન સેલ્ફી લેવાનો પ્રયાસ કરનારાને ધક્કો મારતી હોય એવો વિડિયો વાઇરલ થતાં કંગના રનૌતે આ મામલે આકરી પ્રતિક્રિયા આપતાં ઇન્સ્ટા પર જણાવ્યું હતું કે સૌથી બગડેલી અને પ્રિવિલેજ મહિલા..લોકો તેના નખરાં એટલા માટે બર્દાશ્ત કરે છે કેમ કે અમિતાઊ બચ્ચનની પત્ની છે. આવું અપમાન શર્મનાક વાત છે. કંગનાની આ ટિપ્પણીને પગલે સોશિયલ મિડિયા પર જંગ છેડાઇ ગયો છે. 

પોલીસ કંગનાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર જયા બચ્ચન પરવાનગી લીધાં વિના સેલ્ફી લેનારને ધક્કો મારી રહી હોય તે વિડિયો પણ શેર કર્યો છે. આ વિડિયોમાં જયા બચ્ચન સમાજવાદી પક્ષની લાલ ટોપી પહેરેલી હોવાનું જણાય છે. કંગનાએ તક ઝડપી વિરોધી પક્ષને નિશાન બનાવતાં જણાવ્યું હતું કે તેમના માથે સમાજવાદી પક્ષની ટોપી મરઘાંની કલગી જેવી લાગે છે અને જયા પોતે લડાકુ મરઘી જેવી. બેહદ શરમનાક. 

કંગનાની ઇન્સ્ટા સ્ટોરી વાઇરલ થતાં જ રોઝલિન ખાન નામની અભિનેત્રીએ જયા બચ્ચનના બચાવમાં કૂદી પડતાં જણાવ્યું હતું કે જયા બચ્ચન એક રાજકારણી છે અને રાજકારણી કોઇ ગમે તેવા માણસો સાથે ફોટા પડાવતાં નથી, ના પાડી દે છે. કોઇ ખોટી વ્યક્તિ આ રીતે સેલ્ફી લે તો તેમના માટે અને પક્ષ માટે ખોટું પુરવાર થઇ શકે છે. કંગનાની ટીકા કરતાં રોઝલીનખાને જણાવ્યું હતું કે આ એજ કંગના છે જેણે સિનિયર આર્ટિસ્ટ પર કેસ કરી બાદમાં માફી માંગી લીધી છે. કાલે કંગનાને અમિતાભ બચ્ચન સાથે કોઇ ફિલ્મ કરવા મળશે તો તે જયાની પણ માફી માંગી લેશે. મને લાગે છે મૂડ  સ્વિંગ જયા બચ્ચનના ઓછાં અને કંગના રનૌતના વધારે હોય છે.