બંનેની એકથી વધુ તસવીરો પણ પોસ્ટ કરી
ઈન્ટરનેટ પર પોસ્ટ વાયરલઃ લોકોએ કહ્યું, હવે અમિતાભ પણ રેખાને આવી વિશ પાઠવે
મુંબઈ - શત્રુધ્નસિંહાએ એક બિન્ધાસ્ત પોસ્ટ કરી તેની એક સમયની પ્રેયસી ગણાતી રીના રોયને 'એક્સ' પ્લેટફોર્મ પર બર્થ ડે વિશ પાઠવતાં આ પોસ્ટ વાયરલ બની હતી. શત્રુએ પોતાની પોસ્ટમાં રીનાને પોતાની 'ડીયર ફ્રેન્ડ' ગણાવી હતી. તેણે પોતે અને રીનાએ જે ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું તેની કેટલીક તસવીરો પણ પોસ્ટ સાથે એટેચ કરી હતી.
રીનાના ૬૯મા જન્મદિન નિમિત્તે કરેલી પોસ્ટમાં શત્રુએ રીનાની પ્રતિભા તથા પર્સનાલિટીની ભરપૂર પ્રશંસા કરી હતી અને તેને એ પેઢીને સૌથી બહેતરીન હિરોઈનોમાંની એક ગણાવી હતી.
શત્રુએ દાખવેલી આ હિંમતને ચાહકોએ વખાણી હતી. કેટલાક લોકોએ એવી પણ કોમેન્ટ કરી હતી કે હવે અમિતાભ પણ તેમના મિત્ર પાસેથી શીખી રેખાના જન્મદિને પણ આવી બર્થ ડે વિશ જાહેરમાં પાઠવે તેવી તેમની અપેક્ષા છે.


