Get The App

ગુલશન કુમારની હત્યા કરનારા શાર્પ શૂટરનું જેલમાં હાર્ટ એટેક બાદ મોત

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
ગુલશન કુમારની હત્યા કરનારા શાર્પ શૂટરનું જેલમાં હાર્ટ એટેક બાદ મોત 1 - image

આજીવન કેદની સજા ભોગવતો હતો

છત્રપતિ સંભાજી નગરની જેલમાં હાર્ટ એટેક બાદ હોસ્પિટલ લઈ જવાયો પણ ન બચ્યો

મુંબઈ -  પ્રખ્યાત મ્યુઝિક કંપની ટી-સિરિઝના માલિક ગુલશન કુમારની ગોળી મારીને હત્યા કરનારા સાર્પશૂટર  અબ્દુલ મર્ચન્ટનું હૃદ્યરોગના હુમલાથી મોત નિપજયું હતું.  છત્રપતિ સંભાજીૂનગરની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મર્ચન્ટની તબિયત લથડતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેણે જીવ ગુમાવ્યો  હતો.

અંધેરીમાં આવેલા જીતેશ્વર મહાદેવ મંદિરમં ૧૨ ઓગસ્ટ, ૧૯૯૭ના સવારે ગુલશન કુમાર દર્શન માટે ગયા હતા. મંદિરની બહાર જ રાહ જોઈ રહેલા હુમલાખોરોએ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી તેમના પર ગોળીબાર કરાયો હતો. જેના લીધે ગંભીરપણે ઘાયલ થયેલા ગુલશન કુમારનું મોત થયું હતું.

આ હત્યામાં મુખ્ય શૂટર તરીકે મર્ચન્ટનું નામ બહાર આવ્યું હતું.

અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમનો તે નજીકનો સાથી હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ગુલશન કુમંરનીહત્યા અબુ સાલેમના આદેશ પર કરવામાં આવી હતી.

સાલેમની ગેંગ કુમાર પાસે ખંડણી માંગવામાં આવી હતી.પરંતુ તેમણે ખંડણી આપવાની ના પાડી હતી. આથી તેમની હત્યાનો કોન્ટ્રાકટ અબ્દુલ મર્ચન્ટ અને તેના સાથીઓને આપવામાં આવ્યો હતો.હત્યા બાદ પોલીસે મર્ચન્ટની ધરપકડ કરી હતી. કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

છત્રપતિ સંભાજી નગરમાં હર્સૂલ જેલમાં સજા ભોગવી રહેલા મર્ચન્ટની ગઈકાલે તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેને છાતમાં દુખાવો થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું  મૃત્યુ થયું હતું. તેના મૃતદેહનું ઈન કેમેરા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું કહેવાય છે.