Get The App

શરીફૂલ સરહદે નદી તરીને બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસ્યો હતો, સૈફના હુમલાખોર અંગે મોટો ખુલાસો

Updated: Jan 22nd, 2025

GS TEAM

Google News
Google News
શરીફૂલ સરહદે નદી તરીને બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસ્યો હતો, સૈફના હુમલાખોર અંગે મોટો ખુલાસો 1 - image

Saif Ali Khan News | અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશી આરોપી સાત મહિના પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યો હતો. ભારત-  બાંગ્લાદેશની બોર્ડર પર આવેલી નદી ઓળંગીને તેણે દેશમાં ઘૂસણખોરી કરી હતી. મુંબઇ આવતા પહેલા સિમકાર્ડ મેળવવા માટે પશ્ચિમ બંગાળના રહેવાસીના આધારકાર્ડનો ઉપયોગ કર્યો હતો, એમ પોલીસે મંગળવારે જણાવ્યું હતું. 

આરોપી શરીફુલ ઇસ્લામ શહેઝાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીરે (ઉં.વ.30) પોતાનું નામ  બદલીને વિજય દાસ રાખ્યું હતું. તેણે સાત મહિના પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસવા માટે ડાવકી નદી ઓળંગી હતી.  ભારતમાં ઘૂસણખોરી કરવા માટે તેણે કોઇની મદદ લીધી ન હોવાનું કહેવાય છે.

તે થોડો સમય કોલકાતામાં રોકાયો હતો નોકરીની શોધખોળ માટે મુંબઇ આવતા પહેલા સિમકાર્ડ મેળવવા તેણે સ્થાનિક વ્યક્તિનાઆધારકાર્ડનો ઉપયોગ કર્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ ખુકુમોની જહાંગીર શેખના નામે સિમકાર્ડ લીધું હતું.

હુમલાખોર ફકીરે પોતાના માટે પણ આધારકાર્ડ મેળવપ્નો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. આરોપીએ દસ્તાવેજો આપવાની જરૂર ન હોય એવી જગ્યાએ નોકરી કરવાનું પસંદ કર્યું હતું.  લેબર કોન્ટ્રાક્ટર અમિત પાંડેએ વરલી અને થાણેના પબ હોટેલમાં નોકરી અપાવવામાં મદદ કરી હતી.

ફકીરના મોબાઇલ ફોનની તપાસ કરતા તેણે બાંગ્લાદેશમાં અનેક  ફોન કર્યા હોવાનું માલૂમ પડયું હતું. બાંગ્લાદેશમાં પરિવારને કોલ કરવા માટે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો. પોલીસે ફકીરના ભાઇનો સંપર્ક કરી મોબાઇળલ ફોનમાં બાંગ્લાદેશથી તેનું જન્મ અને સ્કૂલ સર્ટીફિકેટ મંગાવ્યું હતું.  જેના આધારે ફકીર મૂળ બાંગ્લાદેશનો રહેવાસી હોવાનું પુરવાર થયું હતું. 

શરીફુલ અગાઉ પણ ભારત આવી ચૂક્યો હતો

મુંબઇ: હુમલાખોર શરીફુલના પરિવારમાં માતા, ભાઇ, બહેન છે. તેના પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. અગાઉ પણ શરીફુલ ભારત આવ્યો હતો. પછી પાછો ગયો હતો. નાનુ- મોટુ કામ કરીને કંઇ ખાસ મેળવી ન શકતા તે સાત મહિના પહેલા પાછો ભારત આવ્યો હતો. તેણે અપેક્ષિત કામ ન મળતા મોટો હાથ મારીને બાંગ્લાદેશ ભાગી જવાનું કાવતરું ઘડયું હતું. આ માટે તેણે મુંબઇમાં પોશ વિસ્તારમાં ચોરી કરવાનો પ્લાન ઘડયો હતો.