શાહરુખ પાસે દસથી વધુ વૈભવી કાર
કારમાં ૩૬ ઈંચનું ઓએલઈડી ડિસ્પ્લે, ઈન
બિલ્ટ ફ્રિજ, વેન્ટિલેટેડ મસાજ સીટની સગવડ
મુંબઈ
- શાહરુખ ખાને આશરે ચાર કરોડ રુપિયાની કેડિલેક એસ્કેલેડ એસયુવી આયાત કરી છે. તાજેતરમાં આ કાર મુંબઈના
રસ્તાઓ પર દોડતી દેખાઈ હતી.
આ કાર ભારતમાં વેચાતી નથી. શાહરુખે ખાસ પોતાના માટે તે અમેરિકાથી આયાત કરી
છે. અમેરિકાના ધનાઢ્યોની તે માનીતી એસયુવી ગણાય છે.
આ એસયુવીમાં ૩૬ ઈંચનું કર્વ્ડ ઓએલઈડી ડિસ્પ્લે, ઈન બિલ્ટ ફ્રિજ, પ્રિમિયમ
સાઉન્ડ સિસ્ટમ તથા વેન્ટિલેટેડ મસાજ સીટ સહિતની આધુનિક સગવડો હોવાનું કહેવાય છે.
શાહરુખે આ કાર પર જંગી આયાત ડયૂટી તથા અન્ય વેરા ચૂકવ્યા હોવાનું કહેવાય
છે. બજાર સૂત્રોના મતે શાહરુખને આ કાર ચાર કરોડની ઓનરોડ પ્રાઈઝમાં મળી હોય તે શક્ય
છે. ભારતમાં હાલ આટલી કિંમતની કાર બહુ જુજ
છે.
બોલિવુડ સૂત્રોના જણાવ્યા અનુસાર શાહરુખ પાસે આશરે દસથી વધુ વૈભવી કારોનો
કાફલો છે. બુગાટી, રોલ્સ રોયસ, બીએમડબલ્યૂ તથા બેન્ટલી
સહિતની અનેક વૈભવી કારો તેના ગેરેજમાં હોવાનું કહેવાય છે.


