Mumbai

શાહરૃખ ખાનના રિનોવેશન થતા મન્નત બંગલાની બીએમસી અને ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ

By GS TEAM
21 Jun 20251 min read
શાહરૃખ ખાનના રિનોવેશન થતા મન્નત બંગલાની બીએમસી અને ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસ

અભિનેતાએ ગેરકાયદેસર બાંધકામ શરૃ કર્યું હોવાની ફરિયાદથી અધિકારીઓ દોડતા થયા

મુંબઇ -   શાહરૃખ ખાનના બંગલા મન્નતનું હાલ રિનોવેશન થઇર્ રહ્યું છે. આ બંગલો એક હેરિટેજ પ્રોપ્રટીમાં આવે છે જેમાં એક મુખ્ય બંગલો છે અને તેની સાથે પાછળ એક બહુમાળી બિલ્ડિંગ છે જેમાં વધારાના બે માળ બંધાઇ રહ્યા છે. સમાજિક કાર્યકર્તા સંતોષ ડાઉંડકરે  મન્નતમાં  કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ મળી હતી. પરિણામે બૃહદ મુંબઇ પાલિકાના અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ બાંધકામના સ્થાને પહોંચ્યા હતા અને પોતાનો રિપોર્ટ સુપરત કરશે. 

સંામાજિક કાર્યકર્તાની ફરિયાદ પછી બીએમસી અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને શાહરૃખના પર લગાડવામાંઆવેલા આરોપો અંગે પુરાવા રજુ કરવાનો નિર્દેશ એનજીટીએ આપ્યો હતો. 

જોકે શાહરૃખની મેનેજર અને અન્ય સ્ટાફે આ એક સામાન્ય તપાસ હોવાનું જણાવ્યું હતુ.તેમણે કહ્યુ ંહતું કે,બાંધકામને લઇને જોઇતા સઘળા દસ્તાવેજો અને માહિતીઓ પુરી પાડવામાંઆવી ચુકી છે. અહીં કોઇ ગેરકાયદેસર બાંધકામ નથી થઇ રહ્યું.