Mumbai

શાહરૃખ ખાન ફિલ્મ કિંગના સેટ પર ઈજાગ્રસ્ત થતાં અમેરિકા સારવાર માટે ગયો

By GS TEAM
19 Jul 20251 min read
શાહરૃખ ખાન ફિલ્મ કિંગના સેટ પર ઈજાગ્રસ્ત થતાં અમેરિકા સારવાર માટે ગયો

ઇજા વિશે ખાનગી રાખવામાં આવ્યું છે પરંતુ અભિનેતાને એક મહિનો સંપૂર્ણ આરામની સલાહ

મુંબઇ -  શાહરૃખ ખાન તેની કિંગ ફિલ્મનું મુંબઇના ટોબેકો સ્ટુડિયોમાં સ્ટંટ દ્રશ્યોનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તે ઘાયલ થઇ ગયો હતો. એક સૂત્રે જણાવ્યું હતું કે, તેની ઇજા વિશેની માહિતી ખાનગી રાખવામાં આવી છે. પરંતુ અભિનેતા પોતાની ટીમ સાથે સારવાર માટે અમેરિકા રવાના થઇ ગયો છે. કહેવાય છે કે, આ કોઇ ગંભીર ઇજા નથી, પરંતુ માંસપેશિયો પર ઇજા થઇ છે.અભિનેતા વરસોથી સ્ટેટ દ્રશ્યો ભજવે છે તેના શરીરની ઘણી માંસપેશિઓ પર ઇજા થતી રહી છે. 

સૂત્રે વધુમાં જણાવ્યું હતુ ંકે, શાહરૃખ ખાન પર સર્જરી કરવી પડે એમ છે અને તેનેએક મહિનાનો બ્રેક લેવાની સલાહ આપવામાં આવી છે. ફિલ્મ કિગનું આગામી શેડયુલ હવે સપ્ટેમ્બર અથવા તો ઓકટોબરમાં શરૃ કરવામાં આવશે. શાહરૃખને સર્જરી પછી રિકવરી માટે સમય આપવો પડશે તેથી તેને એક મહિનાના બ્રેકની સલાહ આપવામાં આવી છે. તે સંપૂર્ણ સાજો થયા પછી જ ડોકટરની સલાહ પ્રમાણે તે ફરી સેટ પર હાજર થશે. 

એક રિપોર્ટના અનુસાર, જુલાઇથી ઓગસ્ટ સુધીના ફિલ્મ સિટી, ગોલ્ડન ટોબેકો અને વાઇઆરએફમાં કિંગના વિભિન્ન હિસ્સાઓના શૂટિંગના બુકિંગને રદ  કરવાની સૂચના આપવામાં આવી છે. કિંગનુ શૂટિંગ ભારત અને યુરોપમાં થવાનું છે. શૂટિંગ શેડયુલને હવે શાહરૃખ સંપૂર્ણ સાજો થાય પછી જ ફરી કરવામાં આવશ.ે