શાહરૃખ ખાન હૃદયરોગના હુમલાની સારવાર માટે અમેરિકા ગયો હોવાની વાતને રદિયો
અભિનેતા ફિલ્મ કિંગના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હોવાથી સારવાર માટે ગયો હોવાની ચર્ચા
મુંબઈ - ફિલ્મ કિંગના શૂટિંગ દરમિયાન શાહરૃખ ખાનને ઇજા થઈ હોવાથી તે સારવાર માટે અમેરિકા ગયો હોવાની ચર્ચા હતી. જોકે અભિનેતા, તેના પરિવાર તેમ જ તેની ટીમ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. હવે અન્ય એક વાત તેના સ્વાસ્થ્ય માટે ચર્ચા છે કે, અભિનેતાને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાથી તે સારવાર માટે અમેરિકા ગયો છે. તેથી જ બે મહિનાનું કિંગ ફિલ્મનું શૂટિંગ રદ કરવામાં આવ્યું છે.
ભિનેતાને બે મહિના સુધી કામ પર બ્રેકની સલાહ આપવામાં આવી હોવાથી શૂટિંગ કેન્સલ કરવા પડયું છે. જોકે શાહરૃખના નજીકના એક સૂત્રે અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હોવાની ચર્ચા નકારી કાઢી છે. મીડિયા રિપોર્ટે જણાવ્યું હતું કે શાહરૃખને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાની વાત સાવ ખોટી છે.
અન્ય એક દાવા અનુસાર, શાહરૃખને કિંગ ફિલ્મના શૂટિંગ વખતે હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હોવાથી તે સારવાર માટે અમેરિકા ગયો છે. જોકે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
શાહરૃખના પરિવારે અભિનેતાની બીમારીને લોકોથી છુપાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તે ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે માંસપેશિયોને ઈજા થઈ હોવાની ચર્ચા હતી.
ટૂંકમાં શાહરૃખની બીમારી વિશે વિવિધ અટકળો થઈ રહી છે અને અભિનેતાના પ્રશંસકો ચિંતામાં છે.