Get The App

ટેક્સ ભરવામાં હિરોમાં શાહરુખ, હિરોઈનોમાં કરીના ટોપ પર

Updated: Sep 5th, 2024

GS TEAM


Google News
Google News
ટેક્સ ભરવામાં હિરોમાં શાહરુખ, હિરોઈનોમાં   કરીના ટોપ પર 1 - image


ટેક્સ ભરવામાં પંકજ  ત્રિપાઠી આમિર કરતાં આગળ

ગયાં વર્ષે અક્ષય કુમાર ટોપ પર હતો આ વર્ષે ટોપ ટ્વેન્ટીમાં પણ નહિ

મુંબઇ :  ફિલ્મ જગતમાંથી સૌથી વધુ ટેક્સ ભરનારાઓમાં શાહરુખ ખાન સૌથી મોખરે રહ્યો છે. તેણે ૯૨ કરોડ રુપિયાનો ટેક્સ ભર્યો છે. જ્યારે હિરોઈનોમાં  ૨૦ કરોડના ટેક્સ ભરવા સાથે કરીના કપૂર સૌથી મોખરે રહી છે. 

 રસપ્રદ વાત એ છે કે આ યાદીમાં ગયાં વર્ષે અક્ષય કુમાર ટોચ પર હતો. આ વર્ષે તે ટોપ ટવેન્ટીમાં પણ નથી. શાહરુખ પછી બીજા નંબરે સાઉથનો થલપતિ વિજય છે જેણે ૮૦ કરોડનો ટેક્સ ભર્યો છે. અન્ય સેલેબ્સમાં સલમાન ખાને ૭૫ કરોડ, અમિતાભ બચ્ચને ૭૧ કરોડ, વિરાટ કોહલીએ ૬૬ કરોડનો ટેક્સ ભર્યો છે. 

ટોપ ટ્વેન્ટી કરદાતા સેલેબ્સની યાદીમાં  હૃતિક રાશન, રણબીર કપૂર, કપિલ શર્મા, કિયારા અડવાણી અને કેટરીના કૈફ પણ સામેલ છે. હૃતિકે ૨૮ કરોડ, રણબીર કપૂરે ૩૬ કરોડનો ટેક્સ ભર્યો છે. પંકજ ત્રિપાઠી ટેક્સ ભરવામાં આમિર ખાન કરતાં પણ આગળ નીકળ્યો છે. પંકજ ત્રિપાઠીએ ૧૧ કરોડનો ટેક્સ ભર્યો છે જ્યારે આમિરે ૧૦ કરોડ ભર્યા છે.


Tags :