Get The App

પાલિકાની હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં દવાની તીવ્ર અછત

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
પાલિકાની હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં દવાની તીવ્ર અછત 1 - image

ગરીબોને દવા મળતી ન હોવાથી મુશ્કેલી

દવાઓ અછત ન પડે તે માટે સ્ટેન્ડિંગ કમિટીમાં એક પ્રસ્તાવને મંજુર કરાયો, દવાની ખરીદી ઉપર પણ સવાલ

મુંબઈ -  મુંબઈ મહાનગરપાલિકા ની હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં દવાઓની અછત અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં ગંભીર  ઉઠાવવામાં આવ્યા હતા. આ મુદ્દો આરોગ્ય સેવાઓ પર સીધી અસર કરતો હોવાથી નગરસેવકો દ્વારા તીવ્ર ચર્ચા કરવામાં આવી હતી. એટલું જ નહીં તેઓએ વહીવટી તંત્ર પર  પસ્તાળ પાડયો હતો.આખરે દર્દીઓને દવાઓની અછતનો સામનો ન કરવો પડે તે માટે  એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. જોકે આ મામલે ભારે ચર્ચા બાદ, હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં દવાઓની પૂરતી ઉપલબ્ધતા હોવી જોઈએ તે નક્કી કરવામાં આવ્યું હતું.

    બેઠક દરમિયાન કેટલાક સભ્યોએ જણાવ્યું કે બીએમસી સંચાલિત હોસ્પિટલોમાં જરૃરી દવાઓ સમયસર ઉપલબ્ધ નથી.ખાસ કરીને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં દર્દીઓને બહારથી દવા ખરીદવાની ફરજ પડી રહી છે.આ સ્થિતિ ગરીબ દર્દીઓ માટે મોટી મુશ્કેલી બની રહી હોવાનું જણાવાયું હતું.

 સ્ટેન્ડિંગ કમિટીની  બેઠકમાં દવાઓની ઉપલબ્ધતા, શૂન્ય પ્રિસ્ક્રિપ્શન નીતિ અને દવા ખરીદી પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સભ્યોના જણાવ્યા મુજબ એન્ટીબાયોટિક દવાઓ, કેન્સર અને ગંભીર બીમારીઓની કેટલીક ખાસ દવાઓ, આઈ સી યુ  અને ઇમરજન્સી સારવારમાં ઉપયોગ થતી ઇન્જેક્શન દવાઓ,ઓપીડીમાં આપવામાં આવતી સામાન્ય દવાઓનો સ્ટોક કેટલાક હોસ્પિટલોમાં ખાલી થઈ ગયો હોવાના ઉલ્લેખ પણ થયો હતો.

વધુમાં સભ્યોએ જણાવ્યું હતું કે બીએમસી ની હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં આવશ્યક દવાઓને અપગ્રેડ કરવામાં આવી નથી.  વર્ષ ૨૦૨૪ થી યાદીમાં કોઈ નવી દવાઓ ઉમેરવામાં આવી નથી. શૂન્ય પ્રિસ્ક્રિપ્શન નીતિના અમલીકરણ માટે તૈયાર કરાયેલા આશરે ૪,૦૦૦ મેડિકલ પ્રોડક્ટની યાદીનું શું થયું અને આ નીતિ ક્યારે લાગુ કરવામાં આવશે તે પણ પૂછવામાં આવ્યું હતું.

  દરમિયાન બેઠકમાં દવા ખરીદવાની પ્રક્રિયાને બાબતે નગરસેવકોએ ગંભીર સવાલો કર્યા હતા.  આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પ્રભાકર શિંદેએ એડિશનલ કમિશનર વિપિન શર્મા પાસેથી માહિતી માંગી હતી.

સ્ટોક મોનિટરિંગ માટે ડિજિટલ સિસ્ટમ બનાવવી. દર્દીઓને બહારથી દવા ખરીદવાની ફરજ ન પડે તે ધ્યાન રાખવું જરૃરી છે એવો નિર્દેશો પ્રશાસનને આપ્યા હતા.

જોકે આખરેઆ મુદ્દા પર એડિશનલ મ્યુનિસિપલ કમિશનર બીપીન શર્માએ જણાવ્યું હતું નવી ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.કેટલીક દવાઓના સપ્લાયમાં કંપનીઓ તરફથી વિલંબ થયો છે.જલ્દી જ નવી ખરીદી કરીને તમામ હોસ્પિટલોમાં પૂરતો સ્ટોક પહોંચાડવામાં આવશે.મેડિકલ પ્રોડક્ટ માટે બહાર પડેલા ટેન્ડરમાં ૧૮૦૦માંથી ૯૦૦ પ્રોડક્ટ માટે  રિસ્પોન્સ મળ્યા છે બાકીના પ્રોડક્ટ માટે ફરી ટેન્ડર  પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અત્યારે હોસ્પિટલમાં પર્યપ્ત પ્રમાણમાં દવાનું જથ્થો ઉપલબ્ધ હોવાનું દાવો કર્યો છે.