Get The App

પાલઘરમાં આવતા ભૂકંપના સતત હળવા આંચકાથી ઘરોને થતું ગંભીર નુકસાન

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
પાલઘરમાં આવતા ભૂકંપના સતત હળવા આંચકાથી ઘરોને થતું ગંભીર નુકસાન 1 - image

વ્યાપક સંશોધન પત્રનો ચિંતાજનક ઇશારો

ધરતીકંપથી  જિલ્લાની ૩૮ ગ્રામ પંચાયતોમાં અસર, માટીનાં ઘર હોવાથી તિરાડો પડી જાય છે   

મુંબઇ -    મુંબઇ નજીક આવેલા પાલઘર જિલ્લામાં છેલ્લા લગભગ ચાર-પાંચ વર્ષથી ધરતીકંપના હળવા આંચકાનો અનુભવ થઇ રહ્યો  છે. ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર  ઓછી(૨,૨.૫,૩)  નોંધાય છે. આમ છતાં ભૂકંપના હળવા આંચકાથી અહીંનાં રહેવાસીઓનાં ઘરને ગંભીર નુકસાન થઇ રહ્યું છે.

પાલઘર જિલ્લામાં  ૩૭ ટકા  આદિવાસી પ્રજા રહે છે. ધરતીકંપની ધણધણાટીથી  આદિવાસીઓનાં ઘરની  દિવાલોમાં તિરાડ પડી ગઇ છે.ઘરના પાયાને પણ ગંભીર નુકસાન થયું છે.

 પાલઘર ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર  મેનેજમેન્ટ  સેલના વડા વિવેકાનંદ.વી.કદમ અને  સ્વામી રામતીર્થ  મરાઠવાડા યુનિવર્સિટીના   પ્રમોદ  એચ.પાટીલ  દ્વારા   થયેલા વ્યાપક સંશોધનમાં આ ચિંતાજનક પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી છે. આ સંશોધનપત્ર  પ્રોસિડિંગ્ઝ  ઓફ ઇન્ડિયન  નેશનલ સાયન્સ એકેડમી(૨૨,નવેમ્બર ઃ ૨૦૨૫) માં પ્રસિદ્ધ  થયું છે. 

 આ સંશોધનપત્રમાં   એવો ઉલ્લેખ  છે કે    બહુ જ સાધારણ સુવિધાઓ  અને નબળી આર્થિક સ્થિતિમાં જીવતા આદિવાસીઓ વારંવાર થતા ભૂકંપથી સતત  ભય અનુભવી રહ્યા છે.વળી, તેઓને ઘર બનાવવા માટે ભાગ્યે  જ કોઇ સરકારી સહાય મળે  છે. 

આ સંશોધનપત્રમાં એવો ઉલ્લેખ છે કે પાલઘર જિલ્લામાં ૨૦૧૮ના ડિસેમ્બરથી ભૂકંપ થઇ રહ્યો છે. જોકે  ધરતીકંપની તીવ્રતા ૨, ૨.૫, ૩ જેટલી હળવી છે.  આમ છતાં અહીંનાં નાગરિકોનાં ઘરને નુકસાન થયું છે. સાથોસાથ સામાજિક -આર્થિક પરિસ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે.  ૨૦૧૮થી અત્યારસુધીમાં   થયેલા ધરતીકંપથી પાલઘર જિલ્લાની કુલ ૩૮ ગ્રામપંચાયતોેને અસર થઇ છે. ૨,૧૮૬ ઘરને પણ નુકસાન થયું છે. વારંવાર ભૂકંપ થતા હોવાથી હવે પાલઘર જિલ્લાને અર્થક્વેક ઝોન ઃ !!! (૩) ની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. 

ધરતીકંપની ધણધણાટીથી અહીંનાં નાગરિકોનાં ઘરની દિવાલોમાં મોટી મોટી તિરાડ પડી ગઇ છે. ચિંતાજનક બાબત તો એ છે કે આદિવાસીઓ સહિત  મોટાભાગનાં રહેવાસીઓનાં ઘર માટી, કાચી ઇંટનાં બનેલાં છે. 

હાલની મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૬૭ ચોરસ ફૂટ વિસ્તારનું ઘર બનાવવા માટે ૧.૫૦ હજાર રૃપિયાની સહાય આપવામાં  આવે છે. જોકે આટલી રકમ તો  ભૂકંપ સામે ટકી શકે તેવું   કે કોન્ક્રેટનું ઘર   બનાવવા માટે ઘણી ઓછી  છે. વળી, પાલઘર જિલ્લાનાં આદિવાસીઓ આછી પાતળી રોજી -રોટી કમાતા હોવાથી  તેઓની આર્થિક સ્થિતિ પણ નબળી હોય છે.આ જ કારણસર તેઓ પાકાં -મજબૂત ઘર નથી બનાવી શકતાં. ભૂકંપના હળવા આંચકાથી પણ તેમનાં ઘરને નુકસાન થાય છે.

આ સંશોધનપત્રમાં પાલઘરનાં રહેવાસીઓ સહિત આદિવાસીઓને  ઘર બનાવા માટે વધુ મોટી આર્થિક સહાય આપવાનું સૂચન કરવામાં આવ્યું છે.સાથોસાથ ધરતીકંપ સામે ટકી શકે તેવાં ઘર બનાવવાની વિવિધ પદ્ધતિઓ વિશે માહિતી અને શિક્ષણ આપવાની  અને વધારાની આવક  માટે રાજગારી  મળે  તેવી વ્યવસ્થા કરવા  પણ ભલામણ કરવામાં આવી છે.  ત